પૂર્વ DyCM નીતિન પટેલે જણાવી રાજકારણની પદ્ધતિ, બોલ્યા, રાજકારણમાં એવું હોય કે..

PC: india.com

મહેસાણાના કડીમાં નાની કડી રોડ ઉપર આવેલા 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ પર રક્તદાન શિબિર કેમ્પ અને નીતિન પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રક્તદાન કેમ્પ બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં DJ પટેલ કન્યા વિદ્યાલયમાં જાહેરસભાનું આયોજન કરાયું હતું. આ જાહેરસભામાં આયોજકો દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

એ જોઈ નીતિન પટેલે કહ્યું, 'અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે, બીજા કોઈને દેખાવા ન દેવાના' એવી પદ્ધતિ હોય, પરંતુ અહીં હું એકલો નહીં, પણ બધાને આગળ કરો. જેમાં સાથી કાર્યકરો, સભ્યો, બોલાયેલા બધા મહેમાનો એક-એક વ્યક્તિનું કાર્યકરો દ્વારા સ્વાગત કર્યું. જે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું. રક્તદાન શિબિર બાદ નાની કડી રોડ ઉપર આવેલી DJ પટેલ કન્યા વિદ્યાલયના પ્રાર્થના હોલમાં જાહેરસભાનું આયોજન કરાયું હતું.

જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેએ જણાવ્યું હતું કે, મંચ ઉપર બેઠા તમામ આગેવાનો, મહેમાનો, કાર્યકરોનું સ્વાગત કરાયું એટલે બધાને ખબર પડી કે કોણ-કોણ આ કાર્યક્રમમાં આવ્યું છે, એટલે કે બધાને આગળ કરવા. અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે. બીજા બધાને બહુ દેખાવા ન દેવાના, પરંતુ અહીં મુકેશભાઈએ હું એકલો નહીં મારા કાર્યકરો, મારા સભ્યો, મારા બોલાયેલા બધા મહેમાનો, એક એક વ્યક્તિનું સ્વાગત કર્યું તે માટે મુકેશભાઈને સ્ટેજ પરથી અભિનંદન આપું છું.

મોટો માણસ ક્યારે થાય, જ્યારે તેની પાછળ કામ કરનાર લોકો હોય, ટેકો આપનારા, મદદ કરનારા લોકો હોય. હું અહીં સુધી ત્યારે પહોંચ્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મદદ કરી. 11,000માંથી એક એકનો જીવ બચ્યો હોય તો 11,000ના જીવ સરદાર પટેલના નામથી બનેલી સંસ્થાના કારણે બચાવી શક્યા છે. કડી 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા નીતિન પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 27 સમાજ સરદાર યુવક મંડળ કડી દ્વારા છેલ્લા 10 વર્ષથી નીતિન પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.

એ જ રીતે આ વર્ષે નીતિન પટેલના જન્મદિવસ નિમિત્તે 2,500 રક્ત યુનિટ ભેગા કરવાનું 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ નીતિન પટેલના જન્મદિને 1,800થી વધુ રક્ત યુનિટ ભેગું કરવામાં આવ્યું હતું. જ્યાં 700 રક્ત યુનિટ ખૂટતા સાદરા રોડ ઉપર આવેલ મેસ્કોટ એસ્ટેટમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ફરી રવિવારે 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસમાં ફરીથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું હતું. જ્યાં કુલ આ વર્ષે ત્રણ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરીને 2,500થી વધુ રક્ત યુનિટ ભાગું કરવામાં આવ્યું છે.

નાની કડી રોડ ઉપર આવેલા 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાની કડી રોડ ઉપર આવેલી DJ.પટેલ કન્યા કેળવણી મંડળના પ્રાર્થના હોલમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસના સહભાગી રહ્યા છે. કડીમાં વિકાસના અનેક કામો પરિપૂર્ણ કરી કરીને વિકસિત નગર બનાવનાર અને મહેસાણામાં વિકાસની કેડીને કંડારનાર નીતિન પટેલનો 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. જેમાં DJ પટેલ કન્યા વિદ્યાલયના ચેરમેન જયંતી પટેલ, પ્રમુખ કરશન પટેલ, ધારાસભ્ય કરશન પટેલ સહિત સમાજના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તા યુવક મંડળના યુવકો સહિત લોકો હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp