CM બદલવાથી વધારે ગુજરાત સરકારની 'અક્ષમતાનો બીજો કોઈ પુરાવો નથીઃ કોંગ્રેસ નેતા

PC: economictimes.indiatimes.com

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ બુધવારે અહીં દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ના મુખ્યમંત્રીને બદલવાના પગલા કરતાં ગુજરાતમાં સરકારની "અક્ષમતા” નો બીજો કોઈ મોટો પુરાવો હોઈ શકે નહીં.

પત્રકારો સાથે વાત કરતા, તિવારીએ મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કર્યો અને રાજ્ય સરકારના "અહંકાર" ની ટીકા કરી. તાજેતરમાં મોરબી અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તિવારીએ પ્રશ્ન કર્યો હતો કે શા માટે આ ઘટના પર કોઈએ રાજીનામું આપ્યું નથી અને "સૌથી મોટા આરોપીઓ", શ્રીમંત વ્યક્તિઓ અને જેમણે પુલના નવીનીકરણનો કોન્ટ્રાક્ટ લીધો હતો, તેમની ધરપકડ કેમ કરવામાં આવી નથી.

2016 માં, ભાજપે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને બદલીને વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી પછી પણ રૂપાણી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા અને ગયા વર્ષે તેમને બદલીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, સરકારની બિનકાર્યક્ષમતાનો આનાથી મોટો પુરાવો હોઈ શકે નહીં કે તે મુખ્યમંત્રીઓને હટાવવા સુધી પહોંચી છે. વર્તમાન મુખ્યમંત્રીનું ભાવિ શું હશે, જનતા નક્કી કરશે.

તેમણે કહ્યું, "સરકારની નિષ્ફળતાનું આનાથી વધુ જીવતું જાગતું ઉદાહરણ હોઈ શકે નહીં કે તમારે તમારા મુખ્યમંત્રીઓને ત્રણ વખત બદલવા પડ્યા.

તિવારીએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભ્રષ્ટાચારને કાયદેસર કરવામાં આવ્યો છે અને તે જ 'મોડલ' દેશ પર લાદવામાં આવી રહ્યું છે.  તેમણે કહ્યુ કે,ભ્રષ્ટાચારને કાયદેસર બનાવવો એ દેશ માટે ખતરનાક છે.

તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતનું દેવું રૂ. 2.98 લાખ કરોડ છે અને 20-24 વર્ષની વય જૂથના યુવાનો માટે બેરોજગારીનો દર 12.5 ટકા છે, જે કદાચ દેશમાં સૌથી વધુ છે.

આમ આદમી પાર્ટી (AAP) વિશેના પ્રશ્નના જવાબમાં, તિવારીએ દાવો કર્યો હતો પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબ રાજ્યને ચલાવવા માટે જે પ્રકારનો વહીવટી અનુભવ, સંવેદનશીલતા અને જવાબદારી જરૂરી છે નવી પાર્ટી AAP  પાસે છે તે દર્શાવવામાં આવ્યું નથી.તિવારીએ કહ્યુ કે, મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે બીજી વખત ભુલ દોહરાવતા નહીં.

રાહલની ભારત જોડો યાત્રામાં નર્મદા બચાવોની કાર્યકર મેઘા પાટકર સામેલ થવાના સવાલ પર મનીષ તિવારીએ કહ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી, કોરોના મહામારીના મેનેજમેન્ટ, ભષ્ટાચાર જેવા મુદ્દાઓને ભટકાવવામાં ભાજપ સરકારે પીએચડી કરેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp