BJPનો વિરોધ નથી, ગુજરાતની લોબી UPના લોકોનો હક છીનવી રહી છે: પલ્લવી પટેલ

PC: etvbharat.com

ઉત્તર પ્રદેશની વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડીને ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યને હરાવનાર અપના દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પલ્લવી પટેલને ભાજપની સામે કોઇ વાંધો નથી. પરંતુ તેમને ભાજપને ચલાવનારી ગુજરાતી લોબીથી સમસ્યા છે. તેમનું કહેવું છે કે, આ ગુજરાતની લોબી ઉત્તર પ્રદેશમાં તેમનો એજન્ડા ચલાવી રહી છે.

પલ્લવી પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ગુજરાતની લોબી ઉત્તર પ્રદેશના લોકોનો હક છીનવી રહી છે. તેમણે કહ્યુ કે કમાણીના જે સંશાધનો પર ઉત્તર પ્રદેશના સ્થાનિક લોકોનો હક હોવો જોઇએ, એ બધો ગુજરાતના હવાલે કરી દેવામાં આવે છે. આ લોબીને હટાવી દેવામાં આવે.

ભાજપથી વિરોધના સવાલનો જવાબ આપતા પલ્લવી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો ભાજપ સમાજ અને વિકાસની વાત કરે છે તો તેણે અહીંના સ્થાનિક લોકોને તક આપવી જોઈએ. તમામ સ્થાનિક લોકો પાસે યોગ્યતા અને વિઝન પણ છે, તેમને તક મળવી જોઈએ, પરંતુ ગુજરાતી લોબીના કારણે તેમને તક મળી રહી નથી, બધું ગુજરાતી લોબી માટે જ છે.

પલ્લવીને જ્યારે ગુજરાત લોબીનો અર્થ વિસ્તારથી પુછવામાં આવ્યો તો તેમણે કોઇનું પણ નામ લીધા વગર કહ્યુ કે, દેશની સત્તા ભાજપની અંદર બેઠેલા ગુજરાતી લોકો જ તો ચલાવી રહ્યા છે. આ લોકો ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોના સ્થાનિક લોકોનો હક અને રોજગારના અવસરોને ગુજરાત તરફ લઇ જાય છે, પલ્લવીએ કહ્યું કે, આવું ન હોવું જોઇએ.

ભાજપ સાથે કોઈ સમસ્યા ન હોવાના મુદ્દે, જ્યારે તેણીને પૂછવામાં આવ્યું કે જો ભાજપ સંમત થાય તો શું તેઓ ભાજપ તરફ વળશે? આના પર પલ્લવીએ જવાબ આપ્યો કે અમે ભાજપનો એક વખત અનુભવ કરી લીધો છે. વર્ષ 2014માં બીજેપીને ટેકો આપવાનું અમને એ ફળ મળ્યું કે તેમનો ઇરાદો ફળીભૂત નહીં થતા અમારી પાર્ટી જ તોડી નાંખી હતી. તેમનો ઇરાદો અમારી પાર્ટીને ભાજપમાં મર્જ કરી દેવાનો હતો, પરંતુ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મર્જ કરવા માટે તૈયાર નહોતા. તો એ વાત ભાજપને પસંદ નહોતી આવી.

પલ્લવી પટેલે કહ્યુ કે, જો કે, ભાજપ માટે આ કોઇ નવી વાત નથી. આ જ તો ભાજપનો સ્વભાવ છે. તેમણે બિહારમાં પણ એજ કર્યું, મહારાષ્ટ્રમાં પણ એ જ કર્યું તો પછી ઉત્તર પ્રદેશ કેવી રીતે છુટી જાય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp