ગુજરાતમાં પહેલી વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ, ઘરે બેઠા E-ચલણ ભરી શકશો

PC: navbharattimes.indiatimes.com

ટ્રાફીકના નિયમોનો ભંગ કર્યો હોય અને ચલણ કોર્ટમાં ભરવા જવાની આળસ આવતી હોય તો હવે ઘરે બેઠા બેઠા E-ચલણ ભરી શકાશે. ગુજરાતમાં પહેલી વર્ચુઅલ કોર્ટનો અમદવાદમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ટ્રાફીક વિભાગે પહેલા જ દિવસે 9044 કેસ વર્ચુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે.

કેન્દ્ર સરકારના વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં પણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં સ્થપાયેલી આ કોર્ટ દ્વારા સમગ્ર રાજ્યના લોકો વાહન સંબંધિત ગુનાઓ માટે આપવામાં આવેલા ચલણની ચુકવણી કરી શકશે. હાઈકોર્ટે તેની સંપૂર્ણ માહિતી વેબસાઈટ પર પણ મુકી છે.

ગુજરાતમાં પહેલી વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે.  ગુજરાત હાઇકોર્ટ તરફથી આ વર્ચુઅલ કોર્ટને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં સ્થાપિત કરવામાં આવી છે. વન નેશન વન ચલણ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવેલી આ કોર્ટનો લાભ આખા રાજ્યના લોકોને મળશે. ટ્રાફીક સંબંધિત ગુનાઓ માટે લોકોએ હવે કોર્ટમાં જવાની જરૂર નહીં પડે, E-ચલણની રકમ ઘરે બેઠા ઓનલાઇન ભરી શકાશે. ગુજરાત હાઇકોર્ટ તરફથી આનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટના સુપ્રીમ કોર્ટની સુચના અને મહારાષ્ટ્ર NICની ટીમના સહયોગથી અમલમાં લાવી શકાયો છે. હાઇકોર્ટના કેર ટેકર ચીફ જસ્ટીસ એ જે દેસાઇની મંજૂરી પછી શરૂ કરવામાં આવ્યો. વર્ચુઅલ ટ્રાફીક કોર્ટમાં અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટ નં-16માં શરૂ કરવામાં આવી છે. પહેલાં જ દિવસે ટ્રાફીક વિભાગે વર્ચુઅલ કોર્ટમાં 9044 કેસો ટ્રાન્સફર કરી દીધા છે.

જો કોઈ વાહન ચાલક 90 દિવસની અંદર E-ચલણ નહીં ભરે, તો તે E-ચલાન આપમેળે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સર્વર પર જશે. આ પછી વાહન ચાલકના મોબાઈલ પર એક SMS આવશે. જે નોટિસ ગણાશે. આ પછી વાહન ચાલક ઓનલાઈન પેમેન્ટ માધ્યમથી ચલણ ભરી શકશે. વર્ચ્યુઅલ કોર્ટના મેન્યુઅલ કોર્ટનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.

જો કોઇને પરેશાની છે કે મુશ્કેલી છે તો તે વ્યકિત નિયમિત કોર્ટમાં જઇને પણ ચલણ ભરી શકે છે. તેમાં ક્રેડિટ કાર્ડ, નેટ બેકિંગ, UPIનો ઉપયોગ કરીને દંડની રકમ ભરી શકાશે. જો કોઇ વ્યકિતને પોતાના કેસનો બચાવ કરવા માટે લડવા માંગતા હોય તો તેઓ નિયમિત કોર્ટમાં પોતાનો કેસ લડી શકે છે. આ વર્ચુઅલ કોર્ટમાં ગુજરાત સરકાર ઉપરાંત ટ્રાન્સપોર્ટ વિભાગને પણ ખાસ જોડવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp