અમદાવાદી યુવતીએ સગીર યુવક સાથે 8 વર્ષ મજા કરી, 12 લાખ પડાવ્યા પછી તરછોડી દીધો

PC: gstv.in

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક યુવકે પોલીસ કમિશ્નર કચેરીમાં એક અરજી કરીને અમદાવાદની નર્સિંગ યુવતી સામે ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. યુવકે અરજીમાં કહ્યુ છે કે તે જ્યારે 16 વર્ષની ઉંમરનો હતો ત્યારે અમદાવાદની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને આ યુવતીએ 8 વર્ષ મજા કરીને મારી પાસેથી 12 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને હવે લગ્ન કરવાનો ઇન્કાર કરી રહી છે. આ યુવકે અમદાવાદની યુવતી સામે પોક્સો લગાવવાની માંગ કરી છે.

દરેક માતા-પિતા સામે લાલબત્તી સમાન કિસ્સાની વિગત એવી છે કે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો એક યુવક ઇન્ટરીયર ડીઝાઇનીંગનું કામ કરીને સારી એવી કમાણી કરી રહ્યો છે. તેણે પોલીસ કમિશ્નર કચેરીમાં કરેલી અરજીમાં અમદાવાદની યુવતી સામે ગંભીર આરોપો મુક્યા છે. યુવકે ફરિયાદમાં કહ્યું છે કે તે 16 વર્ષનો હતો ત્યારે એક સમુહ લગ્નમાં અમદાવાદથી આવેલી યુવતી સાથે પરિચય થયો હતો અને ધીમે ધીમે દોસ્તી થઇ હતી. એ વખતે યુવતીની ઉંમર 20 વર્ષની હતી.

એ પછી મોબાઇલ નંબરની આપલે થઇ અને ચેટીંગ પણ શરૂ થયું. યુવકે કહ્યું કે હું વારંવાર યુવતીને કહેતો કે હું હજુ નાનો છુ, પરંતુ યુવતી ફોસલાવી દેતી હતી. એક વખત સુરતમાં યુવતી તેની બહેન સાથે આવી ત્યારે થિયેટરમાં ફિલ્મ જોવા પણ સાથે ગયા હતા તે વખતે યુવતીએ ચુંબન કરી લીધું હતું.

એ પછી વાત આગળ વધતી ગઇ અને એક દિવસ યુવતીએ અમદાવાદ ઘરે બોલાવ્યો અને ઘરમાં કોઇ નથી એમ કહીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવકે કહ્યું કે વર્ષ 2017માં અમે અમદાવાદની એક હોટલમાં બે દિવસ રોકાયા હતા અને દિવસમાં 5-5 વખત શારીરિક સંબંધો બાંધતા હતા.

એક વખત યુવતીના ભાઇએ રસ્તામાં યુવકને રોકીને માર માર્યો હતો અને તેની બહેનથી દુર રહેવા કહ્યુ હતું. એ પછી યુવકે યુવતી સાથે સંબંધો કાપી નાંખ્યા હતા. પરંતુ યુવતીએ ફરી ફોસલાવીને સંબંધો ચાલુ કર્યા હતા.

એ પછી યુવતીએ કતારગામના યુવક પાસેથી કોલેજમાં એડમિશન લેવા માટે 1.50 લાખ રૂપિયા માંગ્યા હતા અને યુવકે આપ્યા પણ હતા. એ પછી દર બે ત્રણ મહિના જ્યારે અમદાવાદ જતો ત્યારે યુવતી 50,000થી 70,000 રૂપિયા માંગી લેતી હતી. આમ કરીને તેણીએ 12 લાખ રૂપિયા પડાવ્યા હતા.

એ પછી યુવતીને અમદાવાદની સિવિલમાં નર્સીંગ તરીકેની સરકારી નોકરી મળી ગઇ પછી તેણીએ પોત પ્રકાશ્યું હતું. કતારગામનો યુવક જ્યારે લગ્નની વાત કરતો ત્યારે યુવતી કહેતી કે તું પુખ્ત વયનો થઇ જાય ત્યારે લગ્ન કરીશું. યુવક પુખ્ત વયનો થયો અને યુવતીને લગ્ન કરવા માટે કહ્યું તો યુવતીએ કહ્યું કે, મારા તો લગ્ન થઇ ગયા છે, તું તો મારા માટે માત્ર બેંક છે. આજ પછી મારો સંપર્ક કરતો નહી, જો કરશે તો પોલીસના હાથે પકડાવી દઇશ.

યુવતીને બહેને કહ્યું કે, આ આખો પ્લાન મારો હતો તારી પાસેથી પૈસા પડાવવાનો. હવે અહીં આવતો નહી. યુવકને છેતરાઇ ગયો હોવાનું લાગતા પોલીસમાં અરજી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp