9 લાખ ઉમેદવારો સાથે રમત, ગુજરાતમા ફરીથી જુનિયર કલાર્કનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ

PC: tv9gujarati.com

રાજયમાં ફરીથી એક વખત સરકારી પદ માટેની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તેનું પરીક્ષા પેપર ફૂટી જતા પરીક્ષાર્થીઓમાં સરકાર તરફ ગુસ્સો જોવા મળી રહ્યો છે. પરીક્ષા પહેલા જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી પેપરની નકલ મળી આવી હતી. પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવાના લીધે 9,53,000 ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. આજે સવારે 11 થી 12 વાગ્યા સુધીમાં પરીક્ષા યોજાવાની હતી.

રાજ્યના કુલ 2995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરીત પરીક્ષા યોજાવાની હતી. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા પછી રદ્દ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ફરીથી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પછી કોરોના પછી અને ગુજારત વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1185 જગ્યાઓ માટે કુલ 953000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. લાંબા સમય પછી રાજ્યમાં મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70000થી વધારે પરીક્ષા સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો.આ પેપર ગુજરાત બહાર લીક થયું હોવાની બાતમી મળી છે. જેમા તેલંગણા, બિહાર, ઓરિસ્સા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હાવોનું સામે આવ્યું છે.

સુરતમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પેપર ફૂટવાની અને પરીક્ષા રદ્દ થવાની જાણ થતા નારાજગી જોવા મળી હતી તો કેટલાંક લોકો ભાવુક થઈ ગયા હતા. સોનગઢથી સુરત પરીક્ષા આપવા આવેલો પ્રશાંત નામના ઉમેદવારે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર પર આવ્યો તો પરીક્ષઆ રદ્દ થઈ હોવાની જાણવા મળી હતી અને આ પરીક્ષા માટે ઘણા સમયથી તૈયારી કરી રહ્યો હતો. પરીક્ષા પેપર લીક મામલે ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ દરેક રાજ્યોમાં તપાસ માટે પહોંચી ગઈ છે.

વડોદરા ખાતે આવેલા એક ક્લાસમાં આ પેપર મોકલવામાં આવ્યું હતું અને ત્યાં કેટલાંક ઉમેદવારો આ પેપર લેવા આવ્યા હોવાની માહિતી જાણવા મળી છે. હાલમાં આ કેસમાં 10 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવામાં આવ્યું છે. પરીક્ષા રદ્દ થયા પછી વિદ્યાર્થીઓને પરત ઘરે પહોંચાડવા માટે ગુજરાત એસટીમાં વિનીમૂલ્યે પ્રવાસ કરી શકવાની સરકારે જાહેરાત કરી છે. જે માટે ઉમેદવારે પોતાની હોલ ટિકિટ અને અસલ ઓળખપત્ર બતાવીને મુસાફરી કરવાની રહેશે. આ સાથે વિરોધ પક્ષના વિવધ નેતાઓ ભાજપ સરકારને આ મુદ્દે નિશાનો સાધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp