રાજકોટના 19 વર્ષીય યુવકનું હાર્ટ ઍૅટેકથી મોત, છેલ્લા 24 કલાકમાં 3 જીવ ગયા

PC: sandesh.com

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. ગુજરાતમાં યુવકો ક્રિકેટ રમત અથવા રોજિંદા કામો કરતા હાર્ટ એટેકથી મોતને ભેટતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં જ હાર્ટ એટકથી 3 યુવાનોના મોત થયા છે. મોરબી, સુરત બાદ હવે રાજકોટમાં યુવકનું હાર્ટ એટકથી મોત થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ, રાજકોટમાં હાર્ટ એટેક આવવાથી 19 વર્ષીય યુવકનું મોત થયું છે.

19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક પડી ગયો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલે લઈને પહોંચ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતી. ત્યારબાદ ડૉક્ટરોએ જણાવ્યું કે, યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. યુવકના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, 19 વર્ષીય આદર્શને 3 દિવસથી શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી હતી.

યુવકને હાથ-પગમાં દુઃખાવો થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ હાર્ટ એટેકથી 2 લોકોના મોત થયા હતા. સુરતના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇક પાછળ બેઠા કપડાના વેપારી કાનજીસિંહ રાજપૂતને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને બેભાન અવસ્થામાં તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મૃતકોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, યુવાનોમાં 2 પ્રકારના હૃદય રોગના હુમલા જોવા મળે છે.

તેમના હૃદયની ધમની ઉપરની ચામડી ફાટી જવાથી જ્યારે એન્જિયોગ્રામ કહેવામાં આવે છે. ત્યારે પણ તેમાં પૂરતા પ્રામણમાં બ્લોકેજીસ દેખાતા નથી. બીજા પ્રકારનો હાર્ટ એટેક મોટી ઉંમરની વ્યક્તિઓમાં આવે છે. તેમાં 90 ટકા જેટલા બ્લોકેજીસ ધમનીમાં દેખાય છે. તેમના ટ્રાયગ્લીસેરાઇડ્સનું પ્રમાણ વધારે હોય છે અને સારા કોલેસ્ટેરોલનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. આજે પહેલાના સમયની સરખામણીમાં ઘણા યુવાનો હૃદય રોગની સમસ્યાથી પીડાય છે.

તેનું કરણે જાગૃતિનો અભાવ અને ખોટી લાઇફસ્ટાઇલ હોય શકે છે. કસરતનો અભાવ અને અસ્વાસ્થ્યપ્રદ ભોજન તેમના ધુમ્રપાન યુવા પેઢીમાં વધી રહ્યું છે જેના કારણે યુવાનોમાં હૃદય રોગની સંખ્યા વધી રહી છે. એક સંશોધન મુજબ, જેમને અચાનક કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવે છે એવો દર 7માંથી એક વ્યક્તિ 40 વર્ષથી નીચેની હોય છે. તેવું ડૉક્ટર્સ કહે છે. આજે VC પૂરી થવા નજીક પહોંચેલા યુવાનોને પણ કાર્ડિયાક અરેસ્ટ આવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp