રાહુલ બોલ્યા-મોદીને જ મારી વિરુદ્ધ કેસ દાખલ કરવાનો હક, જજે સજા આપવા પહેલા...

PC: ndtv.com

માનહાનિના કેસમાં 2 વર્ષની સજાના નિર્ણયને રાહુલ ગાંધીએ પડકાર આપતા પોતાની અરજીમાં 7 મહત્ત્વના બિંદુ કોર્ટ સામે રાખ્યા છે. તેમનું કહેવું છે કે, તેમની વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કરવાનો હક માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે. કોઈ પણ કેસ નહીં કરી શકે. રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું કે, નિર્ણય આપનારા જજે વિચારવું જોઈતું હતું કે, જે તેઓ કરવા જઈ રહ્યા છે તેનાથી મારી લોકસભા સભ્યતા જતી રહેશે. રાહુલ ગાંધીને સુરતની એક કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી.

ત્યારબાદ તેમને લોકસભામાં અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા. આ કેસ વર્ષ 2019માં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની વિરુદ્ધ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું હતું કે, કોલારમાં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલીત મોદી, નરેન્દ્ર મોદી. બધા ચોરોના નામ સાથે મોદી કેમ લાગ્યું છે. પૂર્ણેશ મોદીનું કહેવું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી આખા મોદી સમાજને ઠેસ પહોંચી છે. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને પોતાના નિર્ણયમાં દોષી માનીને સજા સંભળાવી દીધી.

રાહુલ ગાંધી તરફથી સીનિયર એડવોકેટ આર.એસ. ચીમા, કીર્તિ પનાવાલા અને તરન્નુમ ચીમાએ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. તેમનું કહેવું હતું કે, રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીને કેસ દાખલ કરવાનો હક નથી. નરેન્દ્ર મોદી જ IPCના સેકશન 499 હેઠળ કેસ કરી શકે છે. સજાને પડકાર આપતી અરજીમાં કહેવામાં આવ્યું કે, હદિરેશ વર્માએ સજા સંભળાવવા પહેલા વિચારવું જોઈતું હતું કે, તેમનો નિર્ણય કયા પ્રકારની અસર નાખવા જઈ રહ્યો છે. તેમને સારી રીતે ખબર હતી કે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા સંભળાવવાથી તેમની લોકસભા સભ્યતા જતી રહેશે.

જજે વિચાર કરવું જોઈતું હતું. તેમણે એ ન જોયું કે આ મારો પહેલો ગુનો હતો, પરંતુ તેમણે માનહાનિ કેસમાં મહત્તમ 2 વર્ષની સજા સંભળાવી દીધી. અરજીમાં કહેવામાં આવ્યું કે, વિપક્ષના નેતા હોવાના કારણે  તેમને સરકારની નિંદા કરવાનો પૂરો હક છે. વિપક્ષના નેતા સરકારની નિંદા દરમિયાન હંમેશાં સારા લગતા શબ્દોનો ઉપયોગ નહીં કરી શકે. સુરતની કોર્ટે સજા પહેલા શબ્દોનો સાચો અર્થ કાઢવો જોઈતો હતો. તેમણે 6 લોકોના નામ લીધા હતા. નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, લલીત મોદી અને અનિલ અંબાણી પર તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકારે આ બધા લોકોને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડ્યો. તેમાંથી ઘણાના નામ સાથે મોદી લાગ્યું નથી.

રાહુલ ગાંધીએ દલીલ કરી કે પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ માત્ર એ વાતને લઈને કેસ દાખલ કરી દીધો કે તેઓ મારા નિવેદનથી દુઃખી હતા. મારા નિવેદનને આખા મોદી સમાજ વિરુદ્ધ નહીં માની શકે. મોદી સરનેમ હિન્દુઓ સિવાય મુસ્લિમ અને પારસી લોકો પણ લગાવે છે. મોદી નામના લોકો લગભગ 13 કરોડ લોકો છે. બધાને હક નથી મળતો કે તેઓ મારી વિરુદ્ધ કેસ દાખલ કરી શકે. તેમનું કહેવું હતું કે તેમની વિરુદ્ધ દાખલ થયેલી અરજી માત્ર રાજનીતિથી પ્રેરિત હતી. ટ્રાયલ કોર્ટે જે અંદાજમાં તેમને દોષી માનીને નિર્ણય સંભળાવ્યો તે સ્તબ્ધ કરનારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp