કેજરીવાલે યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કર્યું, ગુજરાતમાં AAPનો વિરોધ

PC: navbharattimes.indiatimes.com

આમ આદમી પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન જાહેર કર્યું છે, પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પાર્ટી મજબૂત છે.છોટા ઉદેપુરમાં સમાન નાગરિક સંહિતાના વિરોધમાં AAPના આગેવાનો પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું.

યુનિફોર્મ સિવિલ કોડ(UCC) લાગૂ કરવાની ચર્ચા વચ્ચે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વિરોધ સામે આવ્યો છે.જિલ્લાના આદિવાસી સંગઠનોએ જિલ્લા કલેક્ટરને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં એક આવેદન પત્ર આપ્યું હતુ. જેમાં કહેવામાં આવ્યું છે કે સમાન નાગરિક કાયદાને કારણે આદિવાસીઓના અધિકારોને નુકશાન પહોંચશે. આદિવસી સંગઠનોના પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અજૂર્ન રાઠવા પણ સામેલ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન જાહેર કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાના સંકેત આપ્યા પછી છોટા ઉદેપુરમાં UCC સામે વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. જો કે, ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાત સરકારે પહેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાની જાહેરાત કરી હતી અને એક કમિટીની રચના પણ કરી હતી.

આદિવાસી સંગઠનોએ UCC લાગૂ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. આદિવાસી સંગઠનોનું કહેવું છે કે, UCCને કારણે આદિવાસીઓના હકનો મોટુ નુકશાન થશે.તેમણે કહ્યું કે જો UCC લાગૂ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 આદિવાસી સંગઠનોની સાથે કલેકટર ઓફિસ પહોંચેલા આમ આદમી પાર્ટી, ગુજરાતના ઉપાધ્યક્ષ પ્રો. અર્જૂન રાઠવાએ કહ્યું કે સમાજ પાર્ટીથી ઉપર છે. તેઓ આદિવાસી સમાજની માંગને સમર્થન આપી રહ્યા છે.AAP નેતા અરવિંદ કેજરીવાલે UCCને સમર્થન જાહેર કર્યું છે, એવા સંજોગોમાં હવે જોવાનું એ રહેશે કે, ગુજરાતના નેતાના વિરોધ અંગે AAP હાઇકમાન્ડ કેવું વલણ અપનાવે છે?

છોટા ઉદેપુર આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. ગુજરાતમાં આદિવાસીઓની મોટી સંખ્યા છે. લોકસભાની 4 અને વિધાનસભાની 27 બેઠકો આદિવાસીઓ માટે આરક્ષિત છે.

છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આદિવાસી વિસ્તારોમાં સારા મત મેળવ્યા હતા. AAP, ગુજરાતના નેતાએ તો ખુલીને સમર્થન આપ્યું છે, પરંતુ  ભાજપના નેતાઓએ આ મુદ્દે હજુ મગનું નામ મરી પાડ્યું નથી. છોટા ઉદેપુર લોકસભા અને 3 વિધાનસભા ભાજપના કબ્જામાં છે.જિલ્લાના મોટા આદિવાસી નેતા અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારાયણ રાઠવા પણ છોટા ઉદેપુરથી આવે છે. ગુજરાતમાં AAP નેતા ચૈતર વસાવા પણ આદિવાસી સમાજમાંથી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp