ગુજરાતનો વધુ એક બ્રિજ ધડામ, ડમ્પર-બાઇક ખાબકી, સરપંચ કહે- પૂલ ધ્રૂજારી મારતો...

PC: indiatoday.in

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટો અકસ્માત થઈ ગયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચૂડા સાથે જોડનારો પુલ ધ્વસ્ત થઈ ગયો. ટ્રક સહિત અનેક વાહન નદીમાં પડી ગયા. 10 લોકો પાણીમાં ડૂબી ગયા, રેસ્ક્યૂ કરીને બધાને બચાવી લેવામાં આવ્યા છે. પુલ 40 વર્ષ જૂનો બતાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તાદી ગામની પાસે બપોરે થયો હતો. અહી રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચૂડા સાથે જોડતો પુલ ભોગાવો નદી પર બન્યો છે, જે રવિવારે તૂટી ગયો.

તેના કારણે પુલ પર ઉપસ્થિત ટ્રક, બાઇક્સ સહિત અનેક વાહન નદીમાં પડી ગયા. સાથે જ તેમાં સવાર લોકો પણ પાણીમાં પડી ગયા હતા. ઘટના બાદ ઘટનાસ્થળ પર બુમરાણ મચી ગઈ હતી. જાણકારી મળતા જ ગામના સરપંચ સહિત અન્ય લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તો પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. નદીમાં લગભગ 10 લોકો પડી ગયા હતા. એક એક કરીને બધાને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સુરેન્દ્રનગરના DM કે.સી. સંપતનું કહેવું છે કે પુલ 40 વર્ષ જૂનો છે.

તેનું નિર્માણ પંચાયત દ્વારા કરાવવામાં આવ્યું હતું. તેના પરથી ભારે વાહનોનું પસાર થવાનું પ્રતિબંધિત છે, છતા રેતી ભરેલો ટ્રક લઈ જવામાં આવી રહ્યો હતો. DMનું કહેવું છે કે, સંભવતઃ ટ્રકના ભારના કારણે પુલનો સ્લેબ તૂટી ગયો. પુલ પર ઉપસ્થિત વાહન અને લોકો નદીમાં પડી ગયા. આ પુલને પહેલા જ રોડ અને પરિવહન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો, તેની જગ્યાએ નવો પુલ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જે લોકો નદીમાં પડ્યા હતા બધાનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ ચૂડા અને વઢવાણ તાલુકાને જોડે છે. રોજ હજારો વાહન તેના પરથી પસાર થાય છે. લગભગ 110 ગામના લોકો આ પુલનો ઉપયોગ કરે છે. બ્રિજ સ્ટે હાઇવેને કનેક્ટ કરે છે. હવે આ પુલ તૂટવાના કારણે આ બધા ગામનોને પરેશાનીનો સામનો કરવો પડશે. જૂનના મહિનામાં તાપી જિલ્લાના વ્યારામાં મિઢોળા નદી પર બનાવવામાં આવેલા પુલનો એક હિસ્સો લોકાર્પણ અગાઉ જ તૂટી ગયો હતો, જેમાં કાર્યપાલક એન્જિનિયર વિરુદ્ધ સરકારે કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી નજીક પુલ તૂટી પડવાની ઘટના અંગે સરપંચ સાથે વાતચીત કરાતા તેમણે જણાવ્યું હતું કે, અમે તંત્રનું ધ્યાન ત્રણ મહિના અગાઉ દોર્યું હતું અને આ મુદ્દે તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપ્યા હોવાનો આક્ષેપ સરપંચ ઘનશ્યામસિંહ ગોહિલે કર્યો છે. એટલું જ નહીં આ મુદ્દે છેલ્લા દસ વર્ષથી અલગ-અલગ સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી. પુલ ઉપરથી જે સમયે વાહનો પસાર થાય ત્યારે પુલ અત્યંત ધ્રુજારી મારતો હતો. આ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતા પણ તંત્રએ રીપેરિંગના નામે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો આક્ષેપ પણ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp