પાટીદારોના સીતા સ્વયંવરમાં 500 યુવાનો સામે 40 યુવતીઓ જ આવી

મહેસાણામાં પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક બાબતે અગ્રેસર રહ્યો છે. મહેસાણામાં પાટીદાર સમાજમાં પુત્રની તુલનામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે મહેસાણાના પાટીદાર સમાજમાં સારું કમાતા અને સારું શિક્ષણ મેળવનારા યુવાનોના પણ લગ્ન થઈ રહ્યા નથી. વિસનગરમાં આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવકો હાજર રહ્યા હતા.

મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે, પણ પાટીદાર સમાજની આ પ્રગતિ વચ્ચે દીકરા અને દીકરીઓની સંખ્યામાં સમાનતા જળવાઈ નથી. આ કારણે પાટીદાર સમાજના દીકરાઓ સારું શિક્ષણ મેળવ્યું હોવા છતા અને સારી આવક ધરાવતા હોવા છતા લગ્ન થી વંચિત રહ્યા છે. આ કારણે મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્યમાંથી યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા આઠ વર્ષમાં 750 કરતા વધારે યુવતીઓ બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી લગ્ન માટે લાવવામાં આવી છે.

જે રાજ્યમાં આજે પણ કરિયાવર પ્રથા અસ્તિત્વમાં છે. તેવા રાજ્યોના પાટીદાર સમાજને એક મંચ ઉપર લાવી લગ્નથી વંચિત સ્થાનિક યુવાનોને લગ્ન માટે યુવતી મળે તેવો પ્રયાત્નો કુર્મી પાટીદાર મહાસભા દ્વારા કરવામાં આવ્યા છે. પાટીદાર કુર્મી મહાસભાના પૂર્વ મહિલા અધ્યક્ષ જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે, વિસનગરમાં આજે પાટીદાર કુર્મી મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્ય પ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી 40 યુવતીઓ હાજર રહી હતી. તો બીજી તરફ રજીસ્ટ્રેશન કરાવનાર 4500 યુવાનોમાંથી 450 યુવાનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.

જો કે આ કાર્યક્રમમાં 200 દીકરીઓને હાજર રાખવાનો ટાર્ગેટ હતો, જેની સામે માત્ર 40 છોકરીઓ જ હાજર રહી હતી. આજથી 23 વર્ષ અગાઉ 2001મા વસ્તી ગણતરી વખત વિસનગરમાં 0-6 વર્ષના બાળકોમાં 1000 દીકરાઓને જન્મદર સામે 713 દીકરીઓ સાથે સમગ્ર દેશમાં ત્રીજા નંબરે હતું. આ સિવાય મહેસાણા, ઊંઝાની સ્થિતિ પણ કંઈક એવી જ હતી. એટલે કે તે સમયે ઉત્તર ગુજરાતના આ વિસ્તાર સ્ત્રી ભૃણ હત્યાનું એપી સેન્ટર હતું. જેની અસર આજે આ વિસ્તારમાં કન્યાઓની ખેંચ સ્વરૂપે દેખાઈ રહી છે. ત્યારબાદ વર્ષ 2011માં પણ આ સ્થિતિમાં કોઈ ખાસ સુધાર ન આવ્યો.

આ સ્થિતિમાં સ્થાનિક પાટીદાર છોકરીઓની પહેલી પસંદ વિદેશમાં વસતા કે સરકારી નોકરી કરતા યુવાનો હોવાને કારણે સ્થાનિક યુવાનો સામે લગ્ન માટે કન્યા મેળવવી મુશ્કેલ બની ગઇ છે. હવે આખા દેશમાં વસતા પાટીદાર સમાજને કુર્મી પાટીદાર મહાસભાના નેજા તળે એક મંચ પર લાવી અન્ય રાજ્યની છોકરીઓ સાથે સ્થાનિક યુવાનોના લગ્ન થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં ચરોતરમાં કરિયાવર પ્રથાને કારણે છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી. તેની જેમ જ સમય બદલતા સ્ત્રી ભૃણ હત્યા ચાલુ થઈ, જેની અસર 30 વર્ષ બાદ પણ દેખાઈ રહી છે. આ સમસ્યાનો એક જ ઉપાય છે છોકરા અને છોકઓરી વચ્ચે ઉભી થયેલી અસમાનતા દૂર કરવી.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.