કોર્ટની ગુજરાત કોંગ્રેસ નેતાને ફટકાર, ભારતમાં રહેનાર દેશ માટે પણ વફાદર હોવો જોઇએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમના દિવંગત માતા અને એક ખાસ સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરવાના આરોપી કોંગ્રેસ નેતાને ગુજરાત હાઇકોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને જામીન અરજી નામંજૂર કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર ભારત વિરોધી સામગ્રી શેર કરવાના આરોપી કોંગ્રેસ નેતા અફઝલ લખાણીની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. સાથે જ કહ્યું કે દેશમાં રહેનાર વ્યક્તિ પણ દેશ પ્રત્યે વફાદાર હોવો જોઈએ. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે દેશના વડાપ્રધાન અને તેમના દિવંગત માતા હીરાબેન માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન થવો જોઇએ.
જામીન અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ એન.એસ. દેસાઇએ કહ્યુ કે, જે લોકો ભારતમાં રહે છે, તેઓ ભારત માટે પણ વફાદાર જોવા જોઇએ. વિષયવસ્તુની તપાસ પર, એવું જાણવા મળ્યું છે કે અરજદારે કેટલીક ટિપ્પણીઓ કરી છે જે ચોક્કસ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે અને કેટલીક પોસ્ટ્સ છે જે અપમાનજનક છે. આવી કેટલીક અન્ય સામગ્રી છે, જે સમાજ પર મોટા પાયે અસર કરી શકે છે. કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ કોઈને પસંદ કે નાપસંદ કરી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે દેશના PM અને તેમના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. કોર્ટે કહ્યું, તે પોસ્ટની ભાષા એટલી અપમાનજનક છે કે આ આદેશમાં તેનો સમાવેશ કરવો શક્ય નથી. વિચાર વિમર્શ કરતા કોર્ટને લાગ્યું કે, વર્તમાન અરજદાર, જે ભારતીય નાગરિક છે, તેણે સમાજની શાંતિ અને સદભાવનાને ખલેલ પહોંચાડી છે.
કોર્ટના કહેવા મુજબ, પ્રથમ દ્રષ્ટિએ એ ખબર પડે છે કે આ પોસ્ટ એજન્ડાથી પ્રેરિત છે. જો આવા વ્યકિતને જામીન આપવામા આવે તો, સંભવ છે કે તે અલગ નામો અથવા નકલી IDનો ઉપયોગ કરીને ફરી ક્રાઇમ કરશે.
કોંગ્રેસના નેતા અફઝલ લખાણીએ આવા 18 પેજ બનાવ્યા હોવાનો આરોપ છે, જ્યાં તે ભારત વિરોધી પોસ્ટ કરતો હતો, જેને કારણે સમાજમાં સાંપ્રદાયિક અશાંતિ ઉભી થઇ શકતી હતી. આવી પોસ્ટમાં માત્ર પ્રધાનમંત્રીને જ નિશાન બનાવવામાં નહોતા આવ્યા, પરંતુ એક ખાસ સમુદાયની વિરુદ્ધમાં પણ ટીપ્પણી કરવામાં આવી હતી. અફઝલ લખાણી પર એવો આરોપ છે કે તે પાકિસ્તાન અને અન્ય દેશોમાં ઇન્ટરનેશનલ કોલ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp