વેરાવળ-સોમનાથ પંથકમાં જોવા મળી અદભુત ખગોળીય ઘટના, લોકો થયા આશ્ચર્યચકિત

PC: divyabhaskar.co.in

ગુજરાતના આકાશમાં થોડા સમયથી વિવિધ ખગોળીય ઘટનાઓ બનતી નજરે પડી રહી છે. ત્યારે વધુ એક ઘટના વેરાવળ સોમનાથ પંથકના આકાશમાં જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ અદભુત ખગોળીય ઘટનાને જોઈને ત્યાંના સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો, આજે એટલે કે શુક્રવારના રોજ બપોરના સમયે જિલ્લાના કોડીનાર તાલુકામાં આકાશમાં સૂર્યની ફરતે વલય (સર્કલ) દેખાયું હતું. કુદરતનો આ અદભૂત નજારો જોવા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી રહ્યા હતા અને આ દ્રશ્યને નિહાળતા જ લોકોમાં રોમાંચ સાથે કુતૂહલપણ જોવા મળ્યું હતું. જો કે, રિપોર્ટ મુજબ આવી જ ઘટના દોઢેક વર્ષ પહેલા વેરાવળ સોમનાથના આકાશમાં પણ જોવા મળી હતી.

લોકો થયા રોમાંચિત

ગીર સોમનાથ જિલ્લા પંથકના આકાશમાં સૂર્યની ફરતે રંગબેરંગી વલય (સર્કલ) જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થયા હતા. જો કે, આ વાત વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરી ગઈ હતી. જેને કારણે લોકો કુતૂહલવશ થઈને ઘરની બહાર નીકળી આકાશમાં જોઈ રહ્યા હતા અને આકાશમાં જોવા મળી રહેલ અદભુત ખગોળીય ઘટના નિહાળી રોમાંચિત થઈ રહ્યા હતા. જો કે, આ રંગબેરંગી સર્કલ ગીર સોમનાથ પંથકના આકાશમાં સૂર્યની ફરતે ઘણો સમય સુધી સર્જાયેલું જોવા મળ્યું હતું. ત્યારે આ ખગોળીય ઘટનાને લઈને અનેક લોકોના મનમાં પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે, આ રંગબેરંગી સર્કલ કેમ બન્યું હશે. આમ આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી હતી.

જાણકારોના મતે આવી ઘટના ભારત દેશમાં ભાગ્યે જ જોવા મળે છે, કોડીનાર પંથકના આકાશમાં જોવા મળેલી અદભુત ખગોળીય ઘટના અંગે જાણકારો કહે છે કે આવી ઘટનાઓ ઠંડા પ્રદેશોમાં નિયમિત જોવા મળે છે. દોઢેક વર્ષ પહેલાં પણ આવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને તે સમયે પણ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ સૌરાષ્ટ્રના આકાશમાં એક અદભૂત ખગોળીય ઘટના બનવા પામી હતી અને આ ઘટનાએ લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. જે ઘટનાની વાત કરીએ તો આ ઘટના આ વર્ષે જ જૂન મહિનામાં બનવા પામી હતી. આ ઘટના અંતર્ગત આકાશમાં એકસાથે લાઇનમાં ચળકતી લાઇટો જોવા મળી હતી.  રાજ્યના જૂનાગઢ, કેશોદ, અમરેલી, ગીર સોમનાથ, માંગરોળ, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આકાશમાં આ અદભૂત નજારો જોવા મળ્યો હતો. જાફરાબાદના લોર, કડીયાળી, વાઢેરા સહિતના ગ્રામજનોએ પણ આ નજારો નિહાળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp