હીરાબાનું 100 વર્ષની વયે નિધન, PM મોદીએ માતાને કાંધ આપી

PC: Ani

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું શુક્રવારે નિધન થઈ ગયું. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદના યુ.એન. મેહતા હૉસ્પિટલમાં સવારે 3:30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા. હીરાબાને મંગળવારે સાંજે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાને મંગળવારથી અચાનક શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી હતી. એ સિવાય તેમને કફની ફરિયાદ પણ હતી.

ત્યારબાદ તેમને ઇમરજન્સીમાં અમદાવાદના યુ.એન. મેહતા હૉસ્પિટલમાં કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના માતા હીરાબાનું MRI અને સીટી સ્કેન કર્યું હતું. ગુરુવારે હૉસ્પિટલ તરફથી નિવેદન જાહેર કરીને બતાવવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં સુધાર છે, પરંતુ શુક્રવારે તેમનું નિધન થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે.

તેમણે લખ્યું કે, હું જ્યારે 100માં જન્મદિવસ પર મળ્યો તો તેમણે એક વાત કહી હતી, જે હંમેશાં યાદ રહે છે કે ‘કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી. શાનદાર શતાબ્દીનો ઈશ્વરના ચરણોમાં વિરામ.. માતામાં મેં હંમેશાં એ ત્રિમૂર્તિનું અનુભૂતિ કરી છે, જેમાંથી એક તપસ્વિની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાવેશ રહ્યો છે.' હીરાબાના પાર્થિવ શરીરને નાનાભાઈ પંકજ મોદીના ઘરે લઈ જવામાં આવ્યું હતું.

હીરાબા અહીં જ રહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માતાના અંતિમ દર્શન માટે પહોંચી ચૂક્યા છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનમાં કરવામાં આવશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારના લોકો જ સામેલ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 4 વાગ્યે હીરાબાને મળવા ગયા હતા. અહીં તેઓ લગભગ દોઢ કલાક તેમની સાથે રહ્યા હતા. ડૉક્ટરો પાસેથી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.

વડાપ્રધાન પહેલા તેમના મોટા ભાઈ સોમાભાઇ મોદી સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ હીરાબાનું સ્વાસ્થ્ય જાણવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા જૂનમાં જ 100 વર્ષના થયા હતા. હીરાબાના 100માં જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં તેમને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા અને તેમની પૂજા પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માતાના પગ ધોયા અને ગિફ્ટમાં સાલ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp