PM મોદીની ડિગ્રી બતાવવાની જરૂર નથી કહી હાઇકોર્ટે CM કેજરીવાલને દંડ ફટકારી દીધો

PC: indianexpress.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રી રજૂ કરવાના કેન્દ્રીય સૂચના આયોગના આદેશને ગુજરાત હાઇ કોર્ટે ફગાવી દીધો છે. એ સિવાય હાઇ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઇ કોર્ટે કહ્યું કે, PMOએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ ગ્રેજ્યુએટ (MA)ની ડિગ્રી દેખાડવાની જરૂરિયાત નથી. હાઇ કોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવની એકલ પીઠે કેન્દ્રીય સૂચના આયોગના આ આદેશને ફગાવી દીધો છે, જેમાં PMOના સૂચના અધિકારી સિવાય ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને આદેશ આપવામાં આવ્યા હતા કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી દેખાડે.

તેની સાથે જ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેણે ડિગ્રી દેખાડવાની માગ કરી હતી. કેન્દ્રીય સૂચના આયોગાન આદેશ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીએ હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર આ નિર્ણય આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ તેમણ વર્ષ 1978માં ગુજરાત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને પછી દિલ્હી યુનિવર્સિટીથી પોસ્ટગ્રેજ્યુએશન કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ગુજરાત યુનિવર્સિટીનો પક્ષ રાખતા કહ્યું હતું કે, આ કેસમાં છુપાવવા માટે કશું જ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવા માટે દબાવ નહીં નાખી શકાય.

કાયદાકીય બાબતોની કવરેજ કરનારી એક વેબસાઇટ બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ, સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, લોકતંત્રમાં એ વાતથી કોઈ ફરક પડતો નથી કે પદ પર બેઠી વ્યક્તિ ડૉક્ટરેટ છે કે પછી નિરક્ષર. એ સિવાય આ કેસમાં જનહિત સાથે જોડાયેલી કોઈ વાત નથી. અહી સુધી કે, તેની સાથે સંબંધિત વ્યક્તિની ગોપનિયતા પ્રભાવિત થાય છે. તુષાર મેહતાએ કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી છે, તે એવી નથી, જેની બાબતે વડાપ્રધાનની પબ્લિક ફિગર તરીકે જરૂરી હોય.

તેમણે આગળ કહ્યું કે, કોઇની અયોગ્ય માગને પૂરી કરવા માટે કોઈ પણ સૂચના આપવા માટે નહીં કહી શકાય. આ ગેર-જવાબદારીપૂર્ણ જિજ્ઞાસા છે. જે જાણકારી માગવામાં આવી છે, તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજ સાથે કોઈ લેવું-દેવું નથી. કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તર્ક આપ્યો કે, RTI એક્ટ મુજબ, એ જ જાણકારી માગી શકાય છે જે સાર્વજનિક ગતિવિધિઓ સાથે જોડાયેલી હોય અને જેની બાબતે જાણવું જનહિતમાં જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp