કંઈ અને કેવી દારૂબંધી? ગુજરાત પોલીસે 7 દિવસમાં 2723 દારૂ પીને ગાડી ચલાવતા પકડ્યા

ગુજરાતમાં દારૂબંધનો કાયદો છે, પરંતુ આ કાયદો માત્ર કાગળ પર જ હોય એવું લાગે છે. પોલીસે શરૂ કરેલા ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામેના અભિયાનમાં જે આંકડા આવ્યા છે તેમાં દારૂબંધીની પોલ ખુલી ગઇ છે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત પછી પોલીસ આખા રાજ્યમાં પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ ટ્રાફીકના નિયમો તોડનારા સામે કાર્યવાહી કરી રહી છે અને કેસ પણ નોંધી રહી છે, પરંતુ પોલીસના અભિયાનમાં દારૂબંધીના કડક અમલના દાવા સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે. સવાલ એ થાય છે કે ગજરાતમાં આટલો બધો દારૂ આવે છે ક્યાંથી?

ગુજરાતમાં દેશની સૌથી જૂની દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં ગેરકાયદે દારૂના વેચાણ પર અનેક વખત સવાલો ઉભા થતા રહ્યા છે. પોલીસના ડ્રિંક એન્ડ ડ્રાઇવ અભિયાનમાં  જે આંકડા સામે આવ્યા છે તેને કારણે રાજ્યમાં લાગૂ દારૂબંધી સામે ફરી સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માત પછી પોલીસે રાજ્ય ભરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામે અભિયાન શરૂ કર્યું છે. છેલ્લાં 7 દિવસોમાં નશો કરીને વાહન ચલાવતા 2723 કેસો સામે આવ્યા છે. એવામાં સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે જો રાજ્યમાં દારૂબંધી અમલમાં છે તો આટલા બધા ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો સામે કેવી રીતે આવ્યા?

ગુજરાત પોલીસે નશામાં ડ્રાઇવીંગ કરનારની ધરપકડ કરી છે. ઇસ્કોન બ્રીજના અકસ્માત પછી પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવના 1450 કેસો નોંધ્યા છે.તો બીજી તરફ ઓવરસ્પીડીંગના અત્યાર સુધીમાં 20,737 કેસો નોંધાયા છે. પોલીસના આંકડામાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના 60 ટકાથી વધારે કેસ નોંધાયા.

ઓવર સ્પીડથી સ્ટંટ કરવાના કેસમાં ચેકિંગમાં વધારો થયો છે. પોલીસે આ સમયગાળા દરમિયાન 265 થી વધુ કેસ નોંધ્યા છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ 210 થી વધુ કેસ નોંધાયા છે. પોલીસ ડ્રાઇવમાં ખુલાસો થયો છે કે અમદાવાદ, રાજકોટ અને સુરત ટ્રાફિકના નિયમો તોડવામાં ટોચ પર છે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર 20 જુલાઇએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવી રહેલા તથ્ય પટેલે 9 લોકોને કચડી માર્યા હતા. આ ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને પોલીસે રાજયભરમાં પોલીસે ઓવરસ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામે અભિયાન શરૂ કર્યું. ગુજરાત રાજ્યની સ્થાપનાના સમયથી જ રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.