સુરતની મહિલા પ્રોફેસર સ્યૂસાઇડ કેસમાં નવો વણાંક, સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન

PC: youtube.com

સુરતની મહિલા પ્રોફેસરની આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવી ગયો છે. મહિલાએ ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ રેલવે નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ જ્યારે પોલીસે તપાસ કરી હતી તો આ કેસમાં બિહારથી 3 યુવકોની ધરપકડ થઈ હતી. હવે સુરતની રાંદેર પોલીસ સ્ટેશનની પોલીસે આંધ્ર પ્રદેશની જુહી નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે, જુહી નામની મહિલા પાકિસ્તાનન જુલ્ફિકારને રૂપિયા લઇ રહી હતી.

સુરતની પોલીસે આ મહિલાને પકડવા માટે મુસ્લિમ વેશભૂષા ધારણ કરી અને આખા ઓપરેશનને અંજામ આપ્યો. મહિલા પ્રોફેસર વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)માં ભણાવતી હતી. સુરતના જહાંગીપૂરા વિસ્તારમાં એક મહિલા પ્રોફેસરે દોઢ મહિના અગાઉ આત્મહત્યા કરી લીધી હતી. મહિલા પ્રોફેસરની ડેડબોડી રેલવે ટ્રેક પર મળી હતી. ત્યારબાદ જ્યારે પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે, પ્રોફેસરને મોર્ફ્ડ ફોટો મોકલીને બ્લેકમેલ કરવામાં આવતી હતી.

ત્યારબાદ પોલીસે સાઇબર ટીમની મદદ લીધી અને તેની આગળની તપાસ કરીને પોલીસે બિહારના જમુઈથી અભિષેક કુમાર, રોશન કુમાર સિંહ અને સૌરભ ગજેન્દ્રની ધરપકડ કરી હતી. પોલીસ ત્યારબાદ તેમને સુરત લઈને આવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે આંધ્ર પ્રદેશની જુહીનું નામ લીધું હતું. વિજયવાડાથી જે મહિલા પકડાઈ ગઈ છે તેનું આખું નામ જુહી સલીમ શેખ છે. તેની ઉંમર 30 વર્ષ છે.

આંધ્ર પ્રદેશના વિજયવાડામાં રહેનારી જુહીનું લોકેશન મળ્યા બાદ સુરત પોલીસની એક ટીમ ત્યાં પહોંચી અને લોકલ બનીને જુહીના સંપર્કમાં આવી. ત્યારબાદ ટીમે જુહીને ત્યાંથી પકડી અને પછી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈને સુરત આવી, પોલીસનો દાવો છે કે, જુહી પાસેથી 2 મોબાઈલ ફોન અને 2 બેંક પાસબુક મળી છે. તેમાંથી ઘણી ચોંકાવનારી જાણકારીઓ સામે આવી છે. જુહી પાકિસ્તાનમાં બેઠા જુલ્ફિકાર નામના વ્યક્તિના સંપર્કમાં હતી અને એપ્લિકેશન દ્વાર રોજ 50-60 હજાર રૂપિયા પડાવતી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, જુહી પાકિસ્તાનમાં રહેનારા જુલ્ફિકારના સંપર્કમાં લાંબા સમયથી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી વિભાગના મહિલા પ્રોફેસર સેજલ પરમારે 16 માર્ચે આત્મહત્યા કરી લીધી હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા મહિલા પ્રોફેસરે બપોરના સમયે કોસાડ રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરી લીધો હતો. જો કે આત્મહત્યાના એક દિવસ અગાઉ જ પોતાની નાની બહેનને મેસેજ કર્યો હતો. જેમાં બહેનને પોતાના મોર્ફ ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી મળતી હોવાની વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp