
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 30 ડિસેમ્બરે પંચમહાભૂતમાં વિલિન થયા હતા તેમને શ્રધ્ધાંજલી આપવા માટે PM મોદીના જન્મ સ્થળ વડનગર ખાતે એક શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતાઓ, મંત્રીઓ, કાર્યકરો, વડનગરની જનતા સહિત માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. પ્રધાનમંત્રીના પરિવારજનો પણ આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું કે, હીરાબાના અવસાન પછી તેમના પરિવાર દ્રારા વડનગરના જવાહર નવોદય હોલ ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા તેમની સાદગી તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યે દેશ પ્રત્યે એમની જે ભાવના માટે જાણીતા હતા. આજે શ્રધ્ધાંજલી સભામાં હજારો લોકો તેમને વિનમ્ર શ્રધ્ધાંજલી આપવા આવી રહ્યા છે એ જ બતાવે છે કે હીરાબાને લોકો કેટલો પ્રેમ કરતા હતા.
રવિવારે સવારે શ્રધ્ધાંજલી સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી, સોમાભાઈ તેમજ નરેન્દ્ર મોદીનાબહેન વસંતીબેન સહિતનાઓ હીરાબાની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. વસંતીબેન પરિવારજનોને મળી ભાવુક બન્યાં હતા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.
નીતિન પટેલે કહ્યું કે આજુબાજુના ગામડાંઓમાંથી લોકો બાને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહ્યા છે. રાજકારણ અને સમાજકારણ સાથે જોડાયેલા લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
હીરાબાને શ્રધ્ધાંજલી આપવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્ણેશ મોદી, પરષોત્તમ રૂપાલા,કુબેર ડિંડોર, જેઠા ભરવાડ સહિત અનેક નેતાઓ પ્રાથર્ના સભામાં પહોંચ્યા છે. હીરાબાના માનમાં વડનગરમાં વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને પ્રધાનમંત્રી મોદીના માતાને સન્માન આપીને શ્રધ્ધાંજલી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા જૂન 2022ના દિવસે 100 વર્ષ પુરા કરીને 101 વર્ષના થયા હતા. તેમને શ્વાસની તકલીફ થવાને કારણે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30 ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાના અવસાનના સમાચાર ટ્વીટ કરીને આપ્યા હતા. તેઓ માતાની અંતિમ વિધી માટે અમદાવાદ આવ્યા હતા અને માતાના શબને પોતે કાંધ આપી હતી.
હીરાબા દેશના પ્રધાનમંત્રીના માતા હોવા છતા તેમણે ક્યારેય રોફ ઝાડ્યો નથી, તેવો સાવ સાદાઇથી અને નાનકડાં ઘરમાં તેમનું જીવન વિતાવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp