હવે વીજળી માટે પણ કરવું પડશે રિચાર્જ, ગુજરાતમાં આ વિસ્તારથી થશે શરૂઆત

હાલમાં આપણે વીજળીના વપરાશ બાદ એક કે બે મહિને લાઇટ બિલ ભરતા હોઈએ છીએ, પરંતુ હવે આગામી સમયમાં એવી ઝંઝટ જ પતી જશે, બિલ ભરવાની સિસ્ટમ જ નીકળી જશે અને જેમ આપણે મોબાઇલમાં રિચાર્જ કરીએ છીએ એવી જ રીતે લાઇટ માટે પણ રિચાર્જ કરવું પડશે. તેમાં એડવાન્સમાં રિચાર્જ પણ કરી શકાશે અને જો મધરાતે તમારી લાઇટનું રિચાર્જ પૂરું થઇ ગયું તો પણ તમે તેને રિચાર્જ કરીને ફરીથી ચાલુ કરી શકશો. સ્માર્ટ મીટરનો વિચાર કેન્દ્ર સરકારનો છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છથી તેની શરૂઆત થશે. જ્યાં PGVCL વીજ બાબતોનો વહીવટ સંભાળે છે. એટલે રાજકોટ-કચ્છમાં 50 લાખ જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ મીટરની કિંમત અંદાજે 8-10 હજાર રૂપિયા છે. તો હવે એવો સવાલ મનમાં ઉઠે કે શું આ રકમની ચૂકવણી ગ્રાહકે કરવી પડશે? તો એનો જવાબ છે ના. મે મહિનાથી સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. પહેલા ટ્રાન્સફોર્મરમાં લગાવવામાં આવશે ત્યારબાદ જૂન-જુલાઈથી ગ્રાહકોના મીટરમાં લાગશે.

સાથે જ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ગ્રાહકો એ જાણી શકશે કે તેમનું રિચાર્જ કેટલું રહ્યું છે. દર કલાકે, દર 5-6 કલાકે કેટલો વપરાશ થયો તેની જાણકારી મળતી રહેશે. PGVCLના MDનો દાવો છે કે, આ માહિતીના કારણે વીજ વપરાશ ઓછો થશે અને વીજ ચોરીની ઘટનાઓ પર પણ અંકુશ લાગશે. PGVCLના MD વરુણ બરંદવાલે જણાવ્યું કે, મોબાઈલ કે D2Hની જેમ જ ગમે ત્યારે રિચાર્જ કરી શકાશે. રિચાર્જ પૂરું થયા બાદ પણ થોડો સમય વીજળી વાપરવા મળશે.

વીજ બિલના રિચાર્જ માટે પણ મોબાઈલની જેમ અગાઉથી એલર્ટ મળતું રહેશે. કોઈ ગ્રાહક ઈચ્છે તો એક દિવસથી લઈને એક વર્ષ સુધીનું અંદાજિત રિચાર્જ કરી શકશે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવમાં આવ્યા છે અને સંચાલન પણ સારી રીતે ચાલી રહ્યું છે. PGVCL અંતર્ગત આવતા તમામ વિસ્તારોમાં ડિસેમ્બર 2023 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.