CM બન્યા બાદ માતાને સન્માનિત કરવા માગતા હતા મોદી, પણ હીરાબાએ ના પાડી દીધેલી

PC: twitter.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું 100 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમણે અમદાવાદની યુ.એન. મેહતા હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. સત્તાવાર જાણકારી મુજબ, 30 ડિસેમ્બરની સવારે 3:30 વાગ્યે હીરાબાનું નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાને મુખાગ્નિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માતાની ખૂબ નજીક હતા. આ વર્ષે જૂનમાં જ્યારે હીરાબા સતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાંબો બ્લોગ લખીને પોતાના માતા સાથે જોડાયેલી તમામ યાદો શેર કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે, તેમના માતા હીરાબા માત્ર 2 વખત તેમની સાથે કોઇ સાર્વજનિક કે સરકારી કાર્યક્રમમાં નજરે પડ્યા છે. એક વખત અમદાવાદમાં થયેલા નાગરિક સન્માન કાર્યક્રમમાં અને બીજી વખત જ્યારે તેઓ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. ત્યારબાદ હીરાબા ક્યારેય ન તો નરેન્દ્ર મોદી સાથે કોઇ કાર્યક્રમમાં નજરે પડ્યા અને ન તો કોઇ શપથ ગ્રહણ સમારોહમાં, પછી મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાનનું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં વધુ એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા તો તેમની ઇચ્છા હતી કે પોતાના બધા શિક્ષકોનું સન્માન કરે. તેમને લાગ્યું કે તેમના માતાથી મોટા ગુરુ કોઇ નથી. એવામાં પોતાના માતાને પણ સન્માન સમારોહમાં આવવાનો આગ્રહ કર્યો, પરંતુ હીરાબાએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે હું તો નિમિત્ત માત્ર છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખે છે કે એ કાર્યક્રમમાં મારા તમામ શિક્ષક પહોંચ્યા, પરંતુ મારા માતા આવ્યા નહોતા.

અલબત્ત તેમણે મને જરૂર પૂછ્યું કે, શું કાર્યક્રમોમાં જેઠાભાઇ આવ્યા? જેઠાભાઇ જોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા ગુરુ હતા, જેમણે તેમને અક્ષરજ્ઞાન આપ્યું હતું. તેઓ હવે દુનિયામાં રહ્યા નથી, પરંતુ તેમને એ વાતની ચિંતા હતી કે જેઠાભાઇના પરિવારમાંથી કોઇને કાર્યક્રમમાં બોલાવવામાં આવે. જો કે, હીરાબા કાર્યક્રમમાં આવ્યા નહોતા. હીરાબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુભૂતિ કરવી હતી કે ઔપચારિક શિક્ષણ વિના પણ વસ્તુઓ શીખી શકાય છે.

હીરાબાની વિચાર પ્રક્રિયા અને દૂરદર્શી વિચારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશાં હેરાન કર્યા. એક આદર્શ નાગરિકના રૂપમાં હીરાબા પોતાના કર્તાવ્યો પ્રત્યે હંમેશાં જાગૃત રહ્યા. શરૂઆતથી જ તેમણે પંચાયતથી લઇને સંસદ સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કર્યું. થોડા દિવસ અગાઉ તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ વોટ નાખવા ગયા હતા. હીરાબા સાથે જોડાયેલી વધુ એક ઘટનાને યાદ કરતા વડાપ્રધાન લખે છે કે મા પાણીમાં ડૂબેલા કાગળ અને આમલીના બીમાંથી બૉલ જેવી પેસ્ટ બનાવતા હતા. આ લેપથી તેઓ દીવાલો પર કાંચના ટૂંકડા ચોંટાડીને સુંદર ચિત્ર બનાવતા હતા. દરવાજા પર લટકાવવા માટે તેઓ બજારમાંથી નાના-નાના સજાવટી સામાન મંગાવી લેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp