ગુજરાતમાં દારૂ તસ્કરીની પુષ્પા સ્ટાઈલ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડથી પકડાઈ...

PC: twitter.com

જો તમે એક્ટર અલ્લૂ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા’ જોઈ હશે, તેમાં હીરો પોલીસથી બચવા માટે દૂધ ભરેલા ટેન્કરમાં ચંદનના લાકડાઓની તસ્કરી કરે છે, હવે ગુજરાતમાં દારૂના બુટલેગર એ જ પુષ્પા સ્ટાઇલમાં પોલીસથી બચવા માટે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીમાં દારૂની તસ્કરી કરતા પકડાઈ ગયા છે. ગુજરાતમાં પૂર્ણ દારૂબંદી છે, પરંતુ દારુના બુટલેગર પાડોશી રાજ્યોથી દારૂની તસ્કરીનું ગુજરાતમાં એક મોટું રેકેટ ચલાવે છે. એવું પણ નથી કે પોલીસ અને સરકારને એ ખબર નથી.

પોલીસ જ્યારે પણ દારૂ માફિયાઓ વિરુદ્ધ સખત વલણ અપનાવે છે, દારૂના બુટલેગર પોલીસની પકડથી બચવા માટે નવી નવી રીતોથી દારૂની તસ્કરી શરૂ કરી દે છે. સુરત પોલીસે એવા જ 2 ઘટનાઓની ભાંડાફોડ કર્યો છે. દારૂ માફિયા એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીમાં દારૂની તસ્કરી કરી રહ્યા હતા. એમ્બ્યુલન્સમાં દારૂની તસ્કરી કરનાર આરોપીને તો પોલીસે પકડી લીધો, પરંતુ ફાયર બ્રિગેડની ગાડીમાં દારૂની તસ્કરી કરનાર વ્યક્તિ ફરાર થઈ ગયો. સુરતના પલસાણા વિસ્તારથી એક એમ્બ્યુલન્સ પસાર થવાની હતી, જેને લઈને પોલીસને જાણકારી મળી હતી કે, તેમાં કોઈ દર્દી નહીં, પરંતુ દારૂની તસ્કરી કરવામાં આવી રહી છે.

બાતમીના આધારે જ્યારે પોલીસે સફેદ રંગની એમ્બ્યુલન્સને રોકીને તપાસ કરી તો અંદરથી 842 દારૂની બોટલો પકડાઈ ગઈ. પકડાઈ ગયેલા દારૂની કિંમત 105,250 રૂપિયા આંકવામાં આવી છે. આ ઘટનામાં એમ્બ્યુલન્સ ચાલક ઋષિકેશ શાંતારામભાઈ પવારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર ઋષિકેશ શાંતારામે જણાવ્યું કે પોલીસથી બચવા માટે આ રીત અપનાવવામાં આવી હતી અને તે બીજી વખત એમ્બ્યુલન્સમાં દારૂ ભરીને મહારાષ્ટ્રના નાસિકથી સુરત આવ્યો હતો.

આ જ પ્રકારે પોલીસને જાણકારી મળી હતી કે, એક ફાયર બ્રિગેડની ગાડીમાં બુટલેગર દારૂની તસ્કરી કરી રહ્યો છે. બાતમીના આધાર પર પોલીસે વડસા ગામ પાસે એક ફાયર બ્રિગેડની ગાડીને રોકી તો ગાડી ચલાવનાર રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને ઘટનાસ્થળથી ભાગવામાં સફળ થઈ ગયો. પોલીસે એ ગાડીની તપાસ કરી તો તેની અંદરથી 3,780 દારૂની બોટલો મળી આવી. દારૂ માફિયાઓના આ હાથકાંડા અને ફિલ્મી સ્ટાઈલ જોઈને પોલીસ પણ હેરાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp