ગુજરાતમાં આસારામના સમર્થનમાં બેન્ડબાજા સાથે નીકળ્યું સરઘસ, કોણે આપી મંજૂરી?

PC: gujarati.abplive.com

મહિસાગર જિલ્લાના લૂણાવાડામાં, દુષ્કર્મના દોષિત આસારામના સમર્થનમાં રેલી નીકળી હતી. અહીં તેની તસવીર સાથે મોટી સંખ્યામાં તેના સમર્થકો રેલીમાં જોડાયા હતા. યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ આ રેલી યોજવામાં આવી હતી. બેંડબાજા સાથે વાહનો પર આસારામની તસવીરો લગાવીને તેના સમર્થકો નાચતા-ગાતા રેલીમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. દુષ્કર્મના દોષી આસારામની આ રીતે રેલી યોજાતાના આ ઘટના પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે કે આખરે એક ગુનેગારની આ રીતે રેલી યોજવા માટે કોણે મંજૂરી આપી? આ રીતે રેલી યોજવા પાછળનું સમર્થકોનું શું ઉદેશ્ય છે.

આ ચોંકાવનારી ઘટનાને લઇને મામલતદારે કહ્યું હતું કે, માત્ર ભજન-કિર્તન માટે મંજૂરી આપવામાં આવી હતી. આસારામના પોસ્ટર ફોટો સાથેની રેલી યોજાઇ તો તે નિયમભંગ છે આ બાબતે પોલીસમાં પણ જાણ કરવામાં આવી છે. આ આખી ઘટના ખરેખર ચોંકાવનારી છે. મંજૂરી વિના આખરે આટલી મોટી રેલી કઇ રીતે યોજાઇ અને જો મંજૂર મળી હતી તો એક ગુનેગારના સમર્થનમાં પોસ્ટર સાથે જાહેરમાં સરઘસ કાઢવા પાછળનો સમર્થકોનો હેતુ શું છે. આ રીતે ગુનેગારને સમર્થન આપતી રેલી હાલમાં તો અનેક સવાલ ઉઠી રહ્યા છે. જો કે, અત્યાર સુધી આ ઘટના અંગે મામલતદાર કે પોલીસ તંત્ર કોઇ સચોટ અને સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે, આસારામ અને તેનો પુત્ર નારાયણ સાંઈ લગભગ છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. ગાંધીનગર કોર્ટે 2 બહેનો પર બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. તે પહેલાથી જ બળાત્કારના અન્ય એક કેસમાં જોધપુરમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આસારામની ઑગસ્ટ 2013માં ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસોમાં આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે.

70ના દાયકામાં આસારામે પોતાનું ધાર્મિક સામ્રાજ્ય બનાવ્યું હતું. આસારામની ભક્તિના આ ધંધાને આગળ વધારવા તેનો પુત્ર નારાયણ સાંઈ આવ્યો હતો. આસારામના દેશભરમાં 400 કરતા વધુ આશ્રમો છે. અહીં 1,500 કરતા વધુ સેવા સમિતિઓ અને 17 હજારથી વધુ બાળ સંસ્કાર કેન્દ્રો છે. તેની પાસે 40થી વધુ ગુરુકુળ પણ છે. એકંદરે આસારામની સંપત્તિ 10,000 કરોડ રૂપિયાથી વધુ છે. ટ્રસ્ટ આ બધાની દેખરેખ અને તેમની પ્રવૃત્તિઓ ચલાવવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp