રવીન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા સાથે માતાના મઢમાં દર્શન કર્યા, તસવીર શેર કરી

PC: dnpindia.in

IPL 2023ની ફાઇનલ મેચમાં છેલ્લી બોલ પર ચોક્કો મારીને પોતાની ટીમ ચેન્નઇ સુપર કીંગ્સ (CSK)ને ટ્રોફી જીતાડનાર ગુજરાતના ક્રિક્રેટર રવીન્દ્ર જાડેજા અત્યારે રજાની મજા માણી રહ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનયનશીપ પછી હવે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝની સામે ટેસ્ટ,વન-ડે અને T-20 રમવાની છે. આ વચ્ચે રવીન્દ્ર જાડેજા પોતાની રજા માણતો જોવા મળ્યો છે.

ટીમ ઇન્ડિયાનો ક્રિક્રેટર તાજેતરમાં તેના ખાસ માનીતા બ્લેક હોર્સ સાથે જોવા મળ્યો હતો. હવે રવીન્દ્ર જાડેજા તેની પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે આશાપુરા માતાના દર્શન કરવા માટે પહોંચ્યો હતો. પત્ની રિવાબા અને રવીન્દ્ર જાડેજા બંનેએ સોશિયલ મીડિયા પર માતાના મઢના દર્શનની તસ્વીર શેર કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Rivaba Jadeja (@rivabajadeja)

રિવાબા જાડેજા સોશિયલ મીડિયા પર શેર કરેલી તસ્વીરમાં આશાપુરા માતાનો મંત્ર લખી ॐ ऐंग ह्लिम क्लिं आशापुराय: विच्चे:લખીને કહ્યું છે કે, આજે માતાના મઢ, કચ્છમાં જેવી માં આશાપુરાના દર્શન કરીને હું ધન્ય થઇ ગઇ છે બધાની ખુશી માટે પ્રાથર્ના કરી છે. આશાપુરા માતાની જય.

તો રવીન્દ્ર જાડેજાએ માતા આશાપુરાના દર્શનનો ફોટો શેર કરીને લખ્યું છે કે, માય ફેઇથ, માય સ્ટ્રેન્થ એન્ડ માય બિલીવ, મા આશાપુરા.

આ ફોટામાં રિવાબા લાલ સાડીમાં દેખાઇ રહ્યા છે, જ્યારે રવીન્દ્ર જાડેજાએ ટી-શર્ટ અને જીન્સ પહેર્યં છે.રવીન્દ્ર જાડેજાએ માથા પર મરૂન કલરનો સાફો પણ બાંધ્યો છે. રિવાબા અને રવીન્દ્ર જાડેજાની આ તસ્વીરને લોકો પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરને અત્યાર સુધીમાં દોઢ લાખ લાઇક્સ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે કમેન્ટ કરી છે કે માતા રાની કી જય, તો કોઇકે જય આશાપુરા માતાની જય લખ્યું છે.

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે 12 જુલાઇથી શરૂ થઇ રહેલી ટેસ્ટ અને વન-ડેમાં રવીન્દ્ર જાડેજા રમતો દેખાશે. જાડેજા ટુંક સમયમાં વેસ્ટ ઇન્ડિઝની ટૂર માટે ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ જશે. આ ટીર પહેલા રવીન્દ્ર જાડેજા ઉપરાંત રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ રજાની મજા માણી રહ્યા છે.

રવીન્દ્ર જાડેજાએ ભારત માટે અત્યાર સુધીમાં 65 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે કુલ 2706 રન બનાવ્યા છે. જાડેજાએ આ ફોર્મેટમાં 3 સેન્ચુરી અને 18 હાફ સેન્ચુરી મારી છે. રવીન્દ્ર જાડેજા 268 વિકેટ પણ લઇ ચૂક્યો છે. જાડેજાએ ભારત માટે 175 વન-ડે રમી છે, જેમાં 2526 રન બનાવ્યા છે, જેમાં 13 હાફ સેન્ચુરી હતી. ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડરે વન-ડેમાં 191 વિકેટ ઝડપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp