ગુજરાત નંબરની કારમાંથી એટલા કરોડ મળ્યા કે ગણવા માટે મશીન મગાવવી પડી

રાજસ્થાનના ભીલવાડામાં પોલીસે  ગુજરાતની નંબર પ્લેટ વાળી એક કારને રોકી હતી તો તેમાંથી પોણા સાત કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ નોટોને ગણતા ગણતા પોલીસને પરસેવો વળી ગયો હતો, કારણકે રૂપિયા ગણવા માટે જે મશીનો મંગાવ્યા હતા તે પણ ગરમ થઇને બંધ થઇ જતા હતા. આટલી રકમ ગણતા પોલીસને સવા ચાર કલાકનો સમય લાગ્યો હતો. પોલીસે 6.75 કરોડની જપ્ત કરી છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બંને વ્યકિતિઓની પુછપરછ કરી રહી ચે  અને ઇન્કમટેક્સ અને ED આ બાબતની જાણકારી આપી દેવામાં આવી છે.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના પ્રતાપનગર પોલીસ સ્ટેશને બુધવારે સવારે પુર રોડ પર આવેલા આવરી માતા મંદિર પાસે એક કારમાંથી 6.75 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસે કારમાં સવાર બે લોકોની ધરપકડ કરી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અધિક જિલ્લા પોલીસ અધિક્ષક ચંચલ મિશ્રાએ જણાવ્યું હતું કે બુધવારે સવારે પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બનવારીને એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ગુજરાત નંબરવાળી સફેદ રંગની ક્રેટા કારમાં ગેરકાયદે પૈસા લાવવામાં આવી રહ્યા છે. માહિતીના આધારે પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેન્દ્ર ગોદરાએ પોલીસ ટીમ સાથે નાકાબંધી કરી હતી. આ દરમિયાન પુર રોડ પર અવારી માતા મંદિર પાસે સફેદ રંગની ક્રેટાને રોકવામાં આવી હતી, જેમાં બે વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા.

પોલીસે કહ્યું હતું કે જેમની ધરપકજ કરવામાં આવી છે તેમના નામ રાહુલ રાજપુત અને જયદીપ સિંહ છે અને બંને ગુજરાતના રહેવાસી છે. કારને પોલીસ સ્ટેશને લઇ જઇને તપાસ કરવામાં આવી તો બંને સીટો ની નીચેથી 500 અને 2,000ની ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. પોલીસને તો મોટો દલ્લો હાથ લાગી ગયો હતો. બંને પાસેથી આ નોટો માટેનો કાઇ સત્તાવાર દસ્તાવેજો નહોતા.

 આટલી મોટી માત્રામાં નોટો મળી આવવાને કારણે પોલીસે નોટ ગણવા માટે મશીન મંગાવ્યા હતા, પરંતુ મશીનો પણ નોટો  ગણતા ગણતા થાકી ગયા હોય તેમ ગરમ થઇ જતા હતા અને બંધ થઇ જતા હતા. 4 મશીનોની મદદથી સવા ચાર કલાકમાં નોટોની ગણતરી થઇ હતી. પોલીસે કહ્યું હતું કે કુલ 6.75 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.