શું અહેમદ પટેલના પુત્ર ભાજપમાં જોડાશે, જાણો પુત્રી મુમતાઝે શું આપ્યો જવાબ

PC: twitter.com/mfaisalpatel/status/1666313033759735813/photo/2

કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલની ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સાથેની તસ્વીરો સામે આવવાને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને ફૈઝલના ભાજપમાં જોડાવવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ફૈઝલ પટેલે પોતે ટ્વીટર પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સાથેની 2 તસ્વીરો શેર કરી છે. ફૈઝલે લખ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી સી.આર.પાટીલ સાથે વાતચીત કરી રહ્યો છું. સોશિયલ મીડિયા પર આ તસ્વીરો વાયરલ થઇ રહી છે અને લોકો તેમના ભાજપમાં જોડાવવાનો અંદાજ લગાવી રહ્યા છે.

જો કે તસ્વીરોને કારણે ફૈઝલ પટેલ ચર્ચામાં આવ્યા હોય તેવું પહેલીવાર બન્યું નથી. આ પહેલાં તેમની એક તસ્વીર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે પણ સામે આવી હતી. ફૈઝલ પટેલે એ ટ્વીટમાં અરવિંદ કેજરીવાલની પ્રસંશા કરી હતી. ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રીને મળીને ગૌરવ અનુભવું છે. એક દિલ્હીના રહેવાસી તરીકે, હું તેમના વર્ક ઇથિક્સ,નેતૃત્વ કૌશલનો પ્રશંસક છું. માનવતા પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્રભાવ પર તેમની સાથે ચર્ચા કરી હતી. તે વખતે પણ  ફૈઝલની AAPમાં જોડાવવાની ચર્ચાએ જોર પકડયું હતું.

ફૈઝલ પટેલે અગાઉ એક ટ્વીટમાં પાર્ટી છોડવાનો સંકેત આપ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું  કે તે રાહ જોઈને થાકી ગયો છે. પક્ષના ટોચના નેતાઓ તરફથી કોઈ પ્રોત્સાહન મળ્યું નથી. મારા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે. જોકે, તેમણે ટ્વીટમાં એ નહોતું લખ્યું કે તેમને ટોચના નેતાઓ પાસેથી કેવા પ્રોત્સાહનની અપેક્ષા છે.

હવે ફરી એકવાર ફૈઝલની નવી ટ્વીટે કોંગ્રેસની પરેશાની વધારી દીધી છે, કારણકે, સ્વ. અહેમદ પટેલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના વફાદાર હતા અને ગાંધી પરિવાર પછી તેમને પાર્ટીના સૌથી શક્તિશાળી નેતા તરીકે માનવામાં આવતા હતા.

Khabarchhe.Comએ અહેમદ પટેલના પુત્રી અને ફૈઝલ પટેલના બહેન મુમતાઝ પટેલ સાથે ફોન પર વાત કરી હતી. મુમતાઝ પટેલે કહ્યુ હતું કે, આ બધી ખોટી અફવાઓ ફેલાઇ રહી છે. મારા ભાઇએ એક જૂની અને એક હમણાંની સી.આર. પાટીલની તસ્વીર શેર કરી છે.મારો ભાઇ સમાજસેવા સાથે જોડાયેલો છે અને હું રાજકારણ સાથે જોડાયેલી છું. અમારા પિતાના કોંગ્રેસ સાથેના ઇમોશન સંકળાયેલા છે, એટલે અમારા પરિવારમાંથી કોંગ્રેસ છોડીને કોઇ પણ ભાજપમાં ન જાય.

ફૈઝલ પટેલે અગાઉ એક ટ્વીટમાં પાર્ટી છોડવાનો સંકેત આપ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું  કે તે રાહ જોઈને થાકી ગયો છે. પક્ષના ટોચના નેતાઓ તરફથી કોઈ પ્રોત્સાહન મળ્યું નથી. મારા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે. જોકે, તેમણે ટ્વીટમાં એ નહોતું લખ્યું કે તેમને ટોચના નેતાઓ પાસેથી કેવા પ્રોત્સાહનની અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp