PM મોદીને ઉદઘાટન માટે આમંત્રણ આપવા સુરત ડાયમંડ બૂર્સના સભ્યો કાલે દિલ્હી જશે

દુનિયાના સૌથી ઉંચા ઓફિસ બિલ્ડિંગ અને સૌથી મોટા ડાયમંડ બૂર્સ સુરત ડાયમંડ બૂર્સના ઉદઘાટન માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને આમંત્રણ આપવા માટે SDBના સભ્યો 2જી ઓગસ્ટ, બુધવારે દિલ્હી જશે અને પ્રધાનમંત્રીને  બૂર્સમાં નવેમ્બર મહિનામાં ઓફીસ શરૂ કરનારા ઉદ્યોગપતિઓની યાદી પણ આપશે.

વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તેમજ વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ઉદઘાટન પહેલા જ ખ્યાતિપ્રાપ્ત બની ચૂકેલા સુરતના ખજોદ સ્થિત સુરત હીરા બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે.

સુરત હીરા બુર્સ મેનેજમેન્ટના સભ્ય દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે તા.2 ઓગસ્ટના રોજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરત હીરા બુર્સની મેનેજિંગ કમિટીના સભ્યો નવી દિલ્હી જઇને ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ઉદઘાટન માટે તેમને નિમંત્રિત કરવાના છે. આ સાથે જ સુરત હીરા બુર્સમાં તા.21મી નવેમ્બર 2023ના રોજ હીરા બુર્સમાં પોતાની ઓફિસનો શુભારંભ કરનાર 450થી વધુ હીરા ઉદ્યોગપતિઓ, હીરા વ્યાપારીઓ, હીરા વ્યવસાયીઓની નામાવલિ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સુપરત કરવામાં આવશે. વધુ 150 જેટલા ઓફિસ ધારકોએ તા.21મી નવેમ્બરે પોતાની ઓફિસ ધમધમતી કરી દેવાની તૈયારી દાખવતા હવે 450 ઓફિસો એક જ દિવસે શરૂ થઇ જશે. રોજેરોજ અનેક ઓફિસ ધારકો પોતાની ઓફિસના ઇન્ટીરીયર ડેકોરેશન, ફર્નિચર તેમજ અન્ય કામકાજ માટે સુરત હીરા બુર્સની મુલાકાત લઇ રહ્યા છે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે, અત્યાર સુધીમાં 467 ઓફીસ શરૂ કરવાનું કન્ફર્મેશન મળી ગયું.

સુરત ડાયમંડ બૂર્સમાં કુલ 4200 ઓફિસો છે અને 10,000 બાઇક અને 4500 કાર પાર્કિંગની સુવિધા છે. બૂર્સમાં સુરક્ષા માટે 4400 CCTV લાગેલા છે. 15 માળ સુધી જવા માટે 131 લિફ્ટ બનાવવામાં આવી છે અને લિફ્ટ પણ એવી આધુનિક અને ઝડપી બનાવવામાં આવી છે કે તમે જોઇને દંગ રહી જાવ.

સુરત ડાયમંડ બૂર્સના સંચાલકોએ પહેલેથી જ એ વાતની સ્પષ્ટતા કરેલી છે કે સુરત ડાયમંડ બૂર્સમાં માત્ર રફ- પોલિશ્ડ ડાયમંડના ટ્રેડીંગના જ કામકાજ થશે બૂર્સમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલિશીંગના કામકાજ નહીં થાય. આવનારા વર્ષોમાં સુરત ડાયમંડ બૂર્સ માત્ર સુરત નહી, ગુજરાત નહી, પરંતુ આખા દેશમાં મોટી અસર ઉભું કરવાનું છે, સીધી અને આડકતરી રીતે લાખો લોકોને રોજગારી મળવાની છે અને શહેર રાજ્યને આર્થિક ફાયદો પણ થવાનો છે. સુરતમાં વર્ષે દિવસે 2 લાખ કરોડનો ડાયમંડનો બિઝનેસ થાય છે.

સુરત ડાયમંડ બૂર્સમાં સુરક્ષાનું પણ પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ડિજિટલ સુરક્ષા રાખવામાં આવી છે. સામાન્ય લોકો સુરત ડાયમંડ બૂર્સની મુલાકાત લેવી મુશ્કેલ હશે, પરંતુ સુરત ડાયમંડ બૂર્સની બાજુમાં જ એક કોર્પોરેટ એરિયા રાખવામાં આવ્યો છે અને તેમાં 27 મોટા જ્વેલરી બ્રાન્ડના શો રૂમ અને એવું બધું હશે ત્યાં તમે શોપિંગ કરવા માટે જઇ શકશો. બીજું કે 10000 સ્કેવર ફુટ વિસ્તારમાં કેફે ટેરીયા બનવાનું છે જેનો કોન્ટ્રાકટ મુંબઇના એક હોટેલિયરને આપી દેવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.