સીમા-સચીનને નોકરીની ઓફર! ગુજરાતનો બિઝનેસમેન આટલા લાખનું પેકેજ આપવા તૈયાર

PC: livehindustan.com

સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરી ભારતથી લઈ પાકિસ્તાન સુધી ચર્ચામાં છે. હવે આ બંનેને ગુજરાતના એક બિઝનેસમેને નોકરીની ઓફર આપી છે. રિપોર્ટ અનુસાર, આ બિઝનેસમેન તરફથી કહેવામાં આવ્યું છે કે બંનેને 50-50 હજાર રૂપિયા મહિને પગાર આપવામાં આવશે.

વાત એ છે કે, જેવી ખબર સામે આવી કે સીમા અને સચીનનો પરિવાર આર્થિક રીતે ઝઝૂમી રહ્યા છે તો પહેલા એક ફિલ્મ ડિરેક્ટરે બંનેને ફિલ્મ ઓફર કરી. હવે બંનેને ગુજરાતમાં નોકરીની ઓફર મળી છે.

31 જુલાઈના રોજ યૂપીના ગ્રેટર નોઇડામાં રબૂપૂર ગામમાં મોડી રાતે સીમા અને સચીનને એક પત્ર મળે છે. તે જોઇ બધા ચોંકી જાય છે. સીમા તે પત્રને ખોલવા માગતી હતી પણ તેની સુરક્ષામાં તૈનાત જવાનોએ તેને એવું કરવા ન દીધું. તેમને લાગ્યું કે આ પત્ર ધમકીનો હોઇ શકે છે.

વેપારીએ નોકરીની ઓફર કરી

ત્યાર પછી પોલીસ જવાનોએ ઉપરી અધિકારીઓને આ પત્ર વિશે જાણકારી આપી. અધિકારીઓના આદેશ પર પત્ર ખોલવામાં આવ્યો તો જાણ થઇ કે બંનેને ગુજરાતના એક વેપારીએ પત્ર લખ્યો છે. ત્રણ પાનાના આ લેટરમાં સીમા હૈદર અને સચિનને ગુજરાતમાં 50-50 હજાર રૂપિયા પ્રતિ મહિનાના પગાર પર નોકરી ઓફર કરવામાં આવી હતી. જો આને વાર્ષિક રીતે જોવામાં આવે તો બંનેને 6-6 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે.

પત્રમાં આગળ લખ્યું હતું કે, બંને ક્યારેય પણ ત્યાં પહોંચીને નોકરી જોઇન કરી શકે છે. આ ઉપરાંત પત્રમાં આગળ લખ્યું હતું કે આ બંનેની દરેક રીતે મદદ કરવામાં આવશે. જોકે આ પત્રને લઇ કોઇ પુષ્ટિ મળી નથી.

જણાવીએ કે, આ નોકરી ઓફર પહેલા સીમા અને સચિનને ફિલ્મની પણ ઓફર મળી ચૂકી છે. ફિલ્મ નિર્માતા અમિત જાનીએ સીમા હૈદર અને સચીનને પોતાની ફિલ્મમાં કલાકારના રૂપમાં કામ કરવાની ઓફર આપી હતી. કહેવામાં આવ્યું કે નિર્માતા સીમા અને સચિનના ઘરે આવીને એડવાન્સ ચેક આપવા પણ તૈયાર હતા. પણ આ ઓફરને લઇ બંનેના ઘરવાળાઓએ કહ્યું હતું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થઇ જાય ત્યાં સુધી બંને કશું કરી શકશે નહીં.

જાણ હોય તો, સીમા હૈદર પોતાના પ્રેમી સચિન માટે પાકિસ્તાનથી નેપાળ થઇ ભારત આવી હતી. જે ગેરકાયદેસર રીત હતી. હવે આ મામલે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp