પાટીલના ગઢમાં ગાબડું પાડવા શક્તિસિંહે બનાવ્યો આ માસ્ટર પ્લાન

PC: indiatimes.com

ગુજરાતની કમાન સંભાળ્યા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ ઘરવાપસીના દાંવથી પાર્ટી મજબૂત કરવામાં જોતરાયા છે. ગોહિલની આ મુહિમને શરૂઆતી સફળતા મળતી દેખાઈ રહી છે. ભાવનગરમાંથી આવતા શક્તિ સિંહ ગોહિલ સૌરાષ્ટ્રના નેતાઓ અને કાર્યકર્તાઓને પાછા લાવવામાં સફળ થયા છે. કોંગ્રેસમાંથી આપમાં ગયેલા વશરામ સાગઠિયાની પાર્ટીમાં વાપસી થઈ ચુકી છે, તો હવે પાર્ટીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં વાપસી કરી છે જે આપમાં ચાલ્યા ગયા હતા. ગત મહિને કાર્યભાર ગ્રહણ કરનારા ગોહિલ એક ચોક્કસ રણનીતિ અંતર્ગત આગળ વધી રહ્યા છે. અત્યારસુધી તેમણે આપને અપસેટ કરવામાં સફળતા મેળવી તો હવે તેમના નિશાના પર BJP છે. એવામાં જ્યારે BJP 2024ની ચૂંટણીમાં પ્રદેશ પણ તમામ 26 લોકસભા સીટોને ત્રીજીવાર જીતવા માટે હુંકાર ભરી રહી છે સાથે જ એવો પડકાર આપી રહી છે કે તે તમામ સીટોને પાંચ લાખ કરતા વધુ માર્જિનથી જીતશે. એવામાં ગોહિલની સામે મોટો પડકાર છે કે તે કોંગ્રેસને કોમ્પિટિશનમાં ઊભુ કરે છે.

શક્તિ સિંહ ગોહિલે રાજકોટ કોંગ્રેસમાંથી આપમાં આવેલા વશરામ સાગઠિયાને પાછા બોલાવીને હવે બીજો મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મનોજ ભૂપટાની, રમેશ વોરા- ઉપાધ્યક્ષ સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા નેતા પાર્ટીમાં પાછા આવ્યા છે. તેમા એસ કે પારગી, અજય ચૌબે, નેહલ દવે, પ્રદેશ પ્રવક્તા પરાગ પંચાલ સામેલ છે. આ નેતાઓની વાપસીના અવસર પર કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઐતિહાસિક ભારત જોડો યાત્રાને પગલે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં શાનદાર જીત મેળવી છે. આપને BJPની ટીમ ગણાવતા કહ્યું કે, કોંગ્રેસ મજબૂતી સાથે BJP સામે લડશે. આપમાંથી આવેલા તમામ કાર્યકર્તાઓ, નેતાઓએ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું. રાજકીય વિશ્લેષકોનું કહેવુ છે કે, ગોહિલ સૌથી પહેલા ઘરવાપસીથી પોતાના ઘરને મજબૂત કરવા માંગે છે. તેઓ પોતે ભાવનગરના છે. એવામાં 2024ની ચૂંટણીમાં પાર્ટીનું સૌરાષ્ટ્રમાં પ્રદર્શન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. 

કોંગ્રેસે ભલે છેલ્લી બે ચૂંટણીઓમાં એક પણ લોકસભા સીટ ના જીતી હોય પરંતુ, પાર્ટીની 2009માં જીતેલી સીટોને લઇને અલગથી રણનીતિ બનાવવામાં આવી રહી છે. પાર્ટીએ 2009ની લોકસભા ચૂંટણીમાં વલસાડ, બારડોલી, દાહોદ, ખેડા, આણંદ, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્ર નગર, બનાસકાંઠા અને પાટણ લોકસભા સીટો જીતી હતી. ગોહિલના ગેમ પ્લાનમાં આ સીટો વિશેષરીતે સામેલ છે. ગોહિલ કોઈપણ રીતે BJPના ચક્રવ્યૂહને તોડવા માંગે છે. તેના માટે તેઓ ઘરવાપસીથી લઇને હિંદુત્વના મોરચા પર અલગ રણનીતિને લઇને આગળ વધી રહ્યા છે. હવે જોવુ એ રહેશે કે, ગોહિલ પોતાના પ્રયત્નોમાં સફળ થાય છે કે નહીં પરંતુ, તેમણે હાલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો પદભાર સંભાળીને હાઈ કમાન તરફથી મળેલા ટાસ્ક પર કામ શરૂ કરી દીધુ છે. તે અંતર્ગત પાર્ટી છોડીને ગયેલા નેતાઓની વાપસીમાં જોતરાયા છે, જેથી 2024માં કોંગ્રેસને થોડી સંજીવની મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp