શરદ પવાર ફરી મળ્યા અદાણીને, બંને વચ્ચે અડધો કલાક થઇ વાતચીત, જાણો કેમ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ફરી મુલાકાતની માહિતી પ્રકાશમાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં બંને નેતાઓ વચ્ચે ફરી મુલાકાત થઈ હતી. NCP વડા શરદ પવાર એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા ગૌતમ અદાણીને મળવા પહોંચ્યા હતા. NCP તૂટ્યા પછી બંનેની આ બીજી વખતની મુલાકાત છે. આ પહેલા શરદ પવાર અને ગૌતમ અદાણી 2 જૂન 2023ના રોજ મળ્યા હતા. આ પહેલા તેઓ એપ્રિલમાં ગૌતમ અદાણીને મળ્યા હતા જ્યારે હિંડનબર્ગ રિપોર્ટને લઈને અદાણી ગ્રુપ વિપક્ષના નિશાના પર આવ્યું હતું. શરદ પવાર અમદાવાદ પહોંચી રહ્યાની જે તસવીર સામે આવી છે. તેમાં તેમની પાર્ટીના નેતા જયંત પટેલ ઉર્ફે બોસ્કી પણ ત્યાં હાજર છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, શરદ પવાર અને ગૌતમ અદાણીની અમદાવાદમાં મુલાકાત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવાર એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા ગૌતમ અદાણીને મળવા પહોંચ્યા હતા. આ અગાઉ, ગૌતમ અદાણી અને શરદ પવાર 20 એપ્રિલ 2023ના રોજ મુંબઈમાં મળ્યા હતા, તે વખતે શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે 2 કલાક સુધી વાતચીત થઈ હતી. આ બેઠક ત્યારે થઈ જ્યારે ગૌતમ અદાણી હિંડનબર્ગ કેસને લઈને ચર્ચામાં હતા. આ પછી, 2 જૂન 2023ના રોજ શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે બીજી મુલાકાત થઈ, જેમાં તેઓએ અડધા કલાક સુધી ચર્ચા કરી. અમદાવાદમાં બંને વચ્ચે થયેલી મુલાકાત અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NCP સુપ્રીમો શરદ પવાર અમદાવાદમાં પૂણેના એક બિઝનેસમેનની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. આ પછી તેઓ અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીને મળવા ગયા હતા. હિંડનબર્ગ રિપોર્ટના સમયે જ્યારે ગૌતમ અદાણી વિપક્ષના નિશાના પર હતા ત્યારે, શરદ પવારે કહ્યું હતું કે, હિંડનબર્ગ કેસમાં વિપક્ષની JPCની માંગ નકામી છે. પવારે એમ પણ કહ્યું હતું કે, અગાઉ પણ ઘણી JPCની રચના કરવામાં આવી હતી. હું પણ આનો વડા તરીકે રહ્યો છું, પરંતુ આમાં વાત માત્ર બહુમતીની જ માનવામાં આવે છે, તેથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરવામાં આવેલી સમિતિ વધુ યોગ્ય રહેશે. પવારે કહ્યું હતું કે, હિંડનબર્ગ આમ પણ એક રીતે વિદેશી જ છે. શા માટે આપણે તેના અહેવાલને વધુ મહત્વ આપવું જોઈએ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp