ભાભીને દિયર સાથે પ્રેમ થયો, લગ્ન કરવા માટે એવો કારસો રચ્યો કે તમે પણ ચોંકી જશો

પોતાના સગા દિયર સાથે પ્રેમમાં અંધ બનેલી મહિલાએ પોતાના સગા દીકરાનું કાસળ કાઢી નાંખ્યું હતું અને પતિનો પણ કાંટો કાઢી નાંખવાની યોજના હતી.

ગુજરાતના ભરૂચમાં પોતાના દિયર સાથે લગ્ન કરવા માટે ભાભીએ પોતાના જ દીકરાનો બલિ ચઢાવી દીધો. બંને વચ્ચે છેલ્લાં 8 વર્ષથી પ્રેમ પાંગરેલો હતો. એ પછી ભાભીએ પોતાના દિયર સાથે મળીને પોતાના જ પુત્રની હત્યા કરી નાંખી હતી. એ પછી મહિલાઓ પોતાના પતિનો કાંટો પણ રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો, જેથી પોતાના દિયર સાથે લગ્ન કરી શકે.

ભરૂચમાં પોતાના પ્રેમીને મેળવવા માટે  પ્રેમી સાથે મળીને પોતાના જ દીકરાની હત્યા કરી નાંખી હતી. ઘટના ભરૂચ જિલ્લાના મીરાનગર વિસ્તારની છે. સોનમ સોસાયટીમાં રહેતો 13 વર્ષનો બાળક કૃષ્ણા 23 જાન્યુઆરીથી ગુમ થઇ ગયો હતો. આ બાબતે કૃષ્ણાની માતા મમતા દેવીએ પોલીસમાં એવી આશંકા સાથે ફરિયાદ નોંધાવી હતી કે તેના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન અંકલેશ્વરમાં એક 13 વર્ષના બાળકની લાશ મળી. આ એ જ સગીર બાળક હતો જે ગુમ થયો હતો.

પોલીસે તપાસ કરી તો ચોંકાવનારી વાત સામે આવી હતી. મંગળવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે બાળકનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે અને તેના ગાલ પર ઇજાના નિશાન પણ હતા. રિપોર્ટ સામે આવ્યા પછી પોલીસને બાળકની માતા પર શક ગયો હતો. પોલીસે બાળકની માતા મમતા દેવીની કડક પુછપરછ કરી તેમાં પોલીસને ખબર પડી કે તેણીને પોતાના દિયર સાથે જ છેલ્લાં 8 વર્ષથી અનૈતિક સંબંધ હતો. માતાએ કબુલાત કરી હતી કે પ્રેમી દિયર સાથે લગ્ન કરવા અને રહેવા માટે પ્રેમી સાથે મળીને જ બાળકની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે દિયર ભાગવત સિંહની પણ ધરપકડ કરી છે અને તેણે પણ કબુલાત કરી છે કે ભાભી સાથે મળીને ભત્રીજાની હત્યા કરી છે. ભાગવત સિંહે કહ્યું કે, ભાભી મમતા સાથે પ્રેમ સંબંધ હતો તેમાં મોટો ભાઇ અને ભત્રીજો આડખીલી રૂપ બની રહ્યા હતા.

પોલીસે કહ્યું કે પોતોના સગા દીકરાની હત્યા કર્યા પછી પતિને પણ પતાવી દેવાની યોજના બનાવી હતી, પરંતુ એ પહેલાં જ પોલીસના હાથે બંને ઝડપાઇ ગયા છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.