સૌરાષ્ટ્રમાં ડૂબવાથી એક જ દિવસમાં 3 સગા ભાઈઓ સહિત 6 લોકોના મોત

PC: zeenews.india.com

સૌરાષ્ટ્ર રિજનમાં એક દિવસમાં ડૂબવાથી 6 લોકોના મોત થવાના સમાચાર મળી રહ્યા છે. તેમાં 3 સગા ભાઈ અને એક મહિલા અને બાળક સામેલ છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની માલણ નદીમાં નાહવા ગયેલા 4 યુવકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. એવો પણ ખુલાસો થયો છે કે ત્રણ યુવક સગા ભાઈ હતા, જ્યારે ચોથો યુવક પણ એ જ ગામ અને એક જ સમાજનો હતો. પોલીસ અને અગ્નિશામક વિભાગની ટીમની સખત મહેનત બાદ ચારેય યુવકોના શબ મળી આવ્યા. ત્રણેય સગા ભાઇઓના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છે. એક અન્ય ઘટનામાં સૌરાષ્ટ્રના પોરબંદરના રાણાકંદોરડામાં માતા અને પુત્ર ડૂબવાથી મોત થઈ ગયું.

એક બાળક કિનારે સીવન ક્ષેત્રમાં રમતી વખત પાણીમાં ઉતરી ગયો. માતા બાળકને બચાવવા ગઈ. આ ઘટનામાં ડૂબવાથી માતા અને પુત્ર બંનેના મોત થઈ ગયા. પોલીસના જણાવ્યા મુજબ, 26 ઑગસ્ટની સાંજે લગભગ 6:30 વાગ્યે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લાખપાડા વચ્ચે માલણ નદીમાં નાહી રહેલા યુવક ડૂબી ગયા. જાણકારી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને રેસ્ક્યૂ અભિયાન શરૂ કર્યું. અંધારું થવા અગાઉ મરજીવાઓની મદદથી નદીમાંથી 3 શબ કાઢી લેવામાં આવ્યા હતા.

ચોથું શબ 27 ઑગસ્ટની સવારે મળ્યું. પોલીસે જણાવ્યું કે, શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. માલણ નદીમાં ડૂબનારા બધા લખૂપુરા ગામના રહેવાસી હતા. માલણ નદીમાં તરવા ગયેલા યુવકોની ઉંમર 30 વર્ષ કરતા ઓછી હતી. અકસ્માતનો શિકાર થયેલા યુવકોની ઉંમર 17-27 વર્ષ વચ્ચે હતી. નદીમાં તરવા ગયેલા યુવક ઊંડા પાણીમાં જતા રહ્યા, જ્યાંથી તેઓ પાછા ન આવ્યા અને ડૂબી ગયા. એક સાથે 4 યુવકોના મોતથી લખૂપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાને લઈને લોકોની મોટી મેદની નદી કાંઠે આવી ગઈ હતી. યુવાનો નાહવા જતા નદીમાં ગરકાવ થયા હોવાની વાત ઠેરઠેર વાયુ વેગે પ્રસરી ગઈ હતી. આ ઘટનામાં દુઃખદ વાતની એ છે કે નાહવા પડેલા ચાર યુવામાંથી ત્રણ તો સગા ભાઈઓ છે. એક પરિવાર માટે પોતાના ત્રણ યુવાન સંતાનને આ સ્થિતિમાં જોવા કેટલા મુશ્કેલ છે તેની કલ્પના માત્રથી રુવાડા ઉભા થઇ જાય છે. ગયા મહિને જામનગરમાં પિકનિક મનાવવા ગયેલો એક પરિવાર ઊભરી રહેલા ડેમમાં નહાવા દરમિયાન અકસ્માતનો શિકાર થઈ ગયો હતો. ત્યારે એ અકસ્માતમાં 5 લોકોના મોત થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp