હીરાબાની હવે કેવી છે તબિયત? PM મોદીના મોટા ભાઇએ આપ્યું અપડેટ

PC: twitter.com/ani

વડાપ્રધાન નરેન્દ્ર મોદોના માતા હીરાબેન મોદીની હાલતમાં ધીરે-ધીરે સુધાર થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઇ સોમાભાઇ મોદીએ ગુરુવારે આ જાણકાર આપી છે. સોમાભાઇ મોદીએ કહ્યું કે, માતાએ સવારે તરલ આહાર પણ ગ્રહણ કર્યો છે. તો હવે ખૂબ સારું અનુભવી રહ્યા છે. તેઓ પોતાના હાથ અને પગ પણ હલાવી શકે છે. તેમણે ઇશારાઓમાં અમને જણાવ્યું કે તેઓ બેસવા માગે છે. અમે તેમને બેસાડી દઇએ.

ગુરુવારે સીટી સ્કેન અને MRIનો તપાસ રિપોર્ટ જોયા બાદ ડૉક્ટર તેમને હૉસ્પિટલમાંથી રજા આપવા સંબંધમાં નિર્ણય લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા ઇરાબેનને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પરેશાનોના કારણે બુધવારે સવારે જ યુ.એન. મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. હૉસ્પિટલે બુધવારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની હાલત સ્થિર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને હૉસ્પિટલમાં પોતાના માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. તેઓ એક કલાક કરતા વધુ સમય સુધી હૉસ્પિટલમાં રોકાયા હતા. તેમણે હૉસ્પિટલ પરિસરમાં સ્થિત સરકાર દ્વારા નાણાકીય પોષિત સ્વાયત્ત ચિકિત્સા સુવિધાઓમાં ડૉક્ટરો સાથે પણ વાત કરી હતી. હીરાબેન ગાંધીનગર શહેર પાસે રાયસન ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઇ પંકજ મોદી સાથે રહે છે. તેમને હીરાબા પણ કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે તો રાયસન જઇને પોતાના માતા હીરાબાને અચૂક મળે છે.

હોસ્પિટલ તરફથી બુધવારે જાહેર કરાયેલા બુલેટિન મુજબ, વરિષ્ઠ ડૉક્ટરોની એક ટીમ હીરાબેનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું સ્વાસ્થ્ય સ્થિર રહ્યું. શ્રીમતી હીરાબેનની ઉંમર 99 વર્ષ કરતા વધુ થઇ ચૂકી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટી પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા જલદી સારા થાય તેવી કામના કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, એક માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અણમોલ હોય છે. મોદીજી આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. મારી કામના છે કે માતાજી જલદી સ્વસ્થ થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp