વડોદરામાં ફરજ દરમિયાન સર્વિસ રાઇફલથી ગોળી મારીને SRP જવાને જીવન ટૂંકાવ્યું

PC: divyabhaskar.co.in

વડોદરામાં SRP ગ્રુપ-1માં તૈનાત જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાઇફલથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનાને લઇને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP જવાન છેલ્લા કેટલાય સમયથી ફરજ બજાવતા હતા. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી બીમાર હોવાથી આ પગલું ભર્યું છે. હાલમાં SRP જવાનનો શબ સયાજી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

મૂળ નર્મદા જિલ્લાના ટીલકવાળા તાલુકાના ફતેપુરા ગામના અને છેલ્લાં 28 વર્ષથી SRPમાં નોકરી કરતા પ્રવીણભાઈ બારિયાએ ફરજ દરમિયાન પોતાની સર્વિસ રાઇફલથી આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો હતો. પરિવારજનનું કહેવું છે કે, તેમણે બીમારીના કારણે જીવન ટૂંકાવ્યું છે. તેઓ છેલ્લાં 13-14 વર્ષથી બીમારીથી પીડાતા હતા. હાલમાં SRP જવાનનું શબ સયાજી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે. આ આત્મહત્યા કયા કારણોસર કરી છે એનું સાચું કારણ અકબંધ છે.

મૃતક SRP જવાન શહેરના લાલબાગમાં આવેલા SRP કેમ્પસમાં ફરજ બજાવતા હતા અને ત્યાં ફરજ દરમિયાન આત્મહત્યા કરી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક SRP જવાન પ્રવીણ બારિયાના સ્વજન મોહનભાઈ બારિયાએ જણાવ્યું કે પ્રવીણભાઈ બારિયા છેલ્લાં 28 વર્ષથી SRPમાં ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લાં 14 વર્ષથી બીમારીના કારણે પરેશાન હતા. ફરજ દરમિયાન સર્વિસ રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.

આ પગલું બીમારીથી કંટાળીને ભર્યું હશે એવું પ્રાથમિક તારણ છે. હાલમાં પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન નિરાધાર બન્યા છે. પોતાના ઘરનો મોભી ગુમાવતા પરિવાર આઘાતમાં છે. હાલ SSG હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતક જવાનના અંતિમસંસ્કાર પોતાના માદરે વતન નર્મદા જિલ્લાના ફતેપુર ગામે કરાશે.

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ એક પોલીસકર્મીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણભાઈ દેવજીભાઈ લકુમ નામના પોલીસકર્મીએ વહેલી સવારે ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. રામોલ વિસ્તારમાં આવેલી આમ્રપાલી સોસાયટીમાં રહેતા કિરણભાઈ લકુમ હવેલી પોલીસ સ્ટેશનમાં PCR વાન ચલાવતા હતા. છેલ્લા ચારેક વર્ષથી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સવારે જ્યારે ઘરના સભ્યો તેમને ઉઠાડવા માટે રૂમમાં ગયા ત્યારે કિરણભાઈએ પંખામાં લટકીને ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp