ગોધરામાં બે કોમ વચ્ચે પથ્થરમારો,10ની ધરપકડ,રસ્તા પર પસાર થતા રોક્યા તો હોબાળો થય

PC: indiatvnews.com

ગુજરાતના ગોધરા શહેરમાં રસ્તા પરથી પસાર થવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને પોલીસે આ ઘટનાના સંબંધમાં મંગળવારે 10 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરમાં રસ્તા પરથી પસાર થવાને લઈને બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે મંગળવારે આ વિષે માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે સાંજે થયેલી આ અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને પોલીસે મંગળવારે આ ઘટનાના સંબંધમાં 10 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાદરખાન પઠાણની ફરિયાદ પર નોંધાયેલી FIR મુજબ, એક આરોપી મિત્રાંગ પરમાર અને અન્ય કેટલાક લોકોએ તેમને તેમના વિસ્તારમાંથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરવા માટે રોક્યો હતો અને તે રસ્તા પરથી આવવા જવાની ના પાડી દીધી હતી.

પઠાણે એવો દાવો કર્યો હતો કે, તે જે રોડનો રોજિંદો ઉપયોગ કરતો હતો તે, રેલ્વે અંડરપાસના નિર્માણને કારણે બંધ હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, પઠાણે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, તે સોમવારે સાંજે તેની મોટરસાઇકલ પર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પરમારે તેને પસાર થતો અટકાવ્યો હતો. આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. અધિકારીએ કહ્યું કે, આ પછી ઝઘડો વધી ગયો હતો અને બંને સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ગોધરામાં પથ્થરમારાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે, બંને પક્ષોની ફરિયાદના આધારે બે FIR નોંધવામાં આવી છે. જેમાં બંને કોમના પાંચ-પાંચ આરોપીના નામ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, FIRમાં પરમારે પઠાણ અને અન્ય ચાર લોકો પર ગેરકાનૂની રીતે ભેગા થવાનો આરોપ લગાવ્યો હતો, તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને માર માર્યો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 335 (દુઃખ પહોંચાડવા), 504 (શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન), 143, 149 (ગેરકાયદેસર રીતે ભેગા થવું) અને 147 (હુલ્લડો) હેઠળ બંને સમુદાયોના દરેક પાંચ સભ્યો સામે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp