ગુજરાતમાં હવે ‘તોફાની ચોમાસા’નું એલર્ટ, આગામી 48 કલાકમાં વરસાદનું આગમન થશે

PC: twitter.com

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં જૂન મહિનાના બીજા સપ્તાહથી શરૂ થઇ જતી હોય છે, પરંતુ આ વખતે વરસાદ આવું આવું કરે છે, પરતું આવતો નથી. હવે હવામાન વિભાગે કહ્યું છે કે, વાવાઝોડાને કારણે ચોમાસામાં વિલંબ થઇ રહ્યો છે, પરંતુ હવે 48 કલાકમાં વરસાદનું આગમન થશે અને એન્ટ્રી ધમાકેદાર હશે. પહેલો વરસાદ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે.

ગુજરાતમાં ચક્રવાત બિપરજોય લેન્ડફોલ થયા પછી હવે મોનસૂન જલ્દીથી સક્રીય થશે. વાવાઝોડાને કારણે વરસાદમાં વિલંબ થઇ રહ્યો છે. હવામાન વિભાગનું માનવું છે કે આગમી 48 કલાકમાં ચોમાસાનું આગમન થશે અને સૌથી પહેલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડશે. આ વખતે ‘તોફાની ચોમાસા’નું એલર્ટ આપવામાં આવ્યું છે.

વાવાઝોડાં બિપરજોયને કારણે લગભગ એક સપ્તાહ વિલંબિત ચોમાસું સક્રિય થયા બાદ ગુજરાતમાં સારા વરસાદની ધારણાં  છે. ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં પહેલા ચોમાસું સક્રિય થવાની ધારણા છે. અમદાવાદના હવામાન વિજ્ઞાન કેન્દ્રના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાઈ વિસ્તાર પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે.જેને કારણે શનિવારે ગુજરાતના અનેક વિસ્તારોમા વરસાદ જોવા મળ્યો. આ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આગળ પણ વરસાદ આવવાના આસાર છે.ગુજરાતમાં આગામી 48 કલાકમાં મોનસૂનનો પ્રારંભ થશે.

ચક્રવાત બિપરજોય બાદ હવે ગુજરાતમાં તોફાની વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસાનું આગમન થશે. બીજી તરફ ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

10 જૂનથી ગુજરાતમાં ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બિપરજોય ચક્રવાતને કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે. હવે ચોમાસાની દસ્તક સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે.

મોનસૂન હવે ગુજરાતની નજીક આવી રહ્યું છે અને દરિયામાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. વલસાડ, નવસારી, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદમાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp