ગુજરાતમાં વેક્સીનની કમી થવા પાછળનું શું છે કારણ, આરોગ્યના અધિકારી શું કહે છે?

PC: cicnews.com

ગુજરાતમાં કોરોના વાયરસનો BF.7 વેરિયન્ટ ફેલાઇ રહ્યો છે. રાજ્ય સરકારે કહ્યું કે કેન્દ્રએ જનતાને જરૂરી સાવધાની રાખવાની અપીલ કરી છે અને કોવિડ વેક્સીનની માગમાં અચાનક ઉછાળ આવ્યો છે. વેક્સીનની માંગમાં અચાનક વધારાનું કારણ કેટલાક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં વેક્સીનની કમી થઇ ગઇ છે.

જલદી જ વેક્સીનની સપ્લાઇ વધવાની વાત કહેવામાં આવી રહી છે. ગુજરાત સરકારમાં સ્વાસ્થ્ય વિભાગના એડીશનલ ડિરેક્ટર નીલમ પટેલે કહ્યું કે, કોરોના વાયરસના કેસોમાં ભારે ઘટાડો આવ્યો હતો, એટલે લોકોએ કોરોનાને હલકામાં લેવાનો શરૂ કરી દીધો હતો.

આજ કારણે લોકોએ બૂસ્ટર ડોઝ લેવામાં રસ ન દેખાડ્યો, જેના કારણે સરકારે પણ ઓછો સ્ટોક રાખ્યો હતો. સોમવાર સુધી રાજ્ય સરકાર પાસે 35 હજાર વેક્સીનની બોટલ ઉપલબ્ધ છે.

નીલમ પટેલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી બૂસ્ટર ડોઝ લેવાની સંખ્યામાં વધારો થયો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધી એવરેજ 3 હજાર વેક્સીનેશન દૈનિક આધાર પર થઇ રહ્યું હતું, પરંતુ 15 ડિસેમ્બર બાદ અચાનક મોટી સંખ્યામાં લોકો બૂસ્ટર ડોઝ લેવા માટે આવી રહ્યા છે.

શુક્રવારથી રોજ 10 હજાર લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવી રહ્યો હતો, જેના કારણે કેટલાક સ્વાસ્થ્ય કેન્દ્રોને વેક્સીનની કમીનો સામનો કરવો પડી રહ્યો હતો. નીલમ પટેલે કહ્યું કે, વેક્સીન માટે એક નવો આદેશ આપવામાં આવ્યો છે અને તેમને આશા છે કે જલદી જ વેક્સીનની સપ્લાઇ ચાલુ થઇ જશે અને લોકોનું વેક્સીન લીધા વિના પાછું ફરવું નહીં પડે. રાજકોટના જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબૂએ કોરોનાના પડકારો માટે સ્થિતિ અને તૈયારીઓની જાણકારી લીધી અને સાથે જ સરકારી હૉસ્પિટલો, ઑક્સિજન પ્લાન્ટ અને કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ તેમણે પત્રકારોને કોરોના વેક્સીનના સ્ટોક અને સપ્લાઇ બાબતે જણાવ્યું. તેમણે કહ્યું કે, જિલ્લા વિકાસ અધિકારી અને રાજકોટ નગર કમિશનર સાથે વેક્સીનને લઇને ચર્ચા કરશે અને જિલ્લા માટે વેક્સીનનો પુરવઠો વધારવાનો અનુરોધ કરશે. તો અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્ર પઢેરિયાએ શાળા મેનેજમેન્ટ સાથે એક વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી અને તેમને વિદ્યાર્થીઓ માટે માસ્ક અનિવાર્ય કરવા અને શાળાઓમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવા જેવી સાધવાનીના પગલાં ઉઠાવવાના નિર્દેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp