મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા યથાવત રાખનાર ગુજરાત HCના જજની પટના બદલી

PC: thelallantop.com

સુપ્રીમ કોર્ટની કૉલેજીયમે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઇ કોર્ટના જજ હેમંત એમ. પ્રચ્છકની બદલી કરી દીધી છે. કૉલેજીયમે હેમંત એમ. પ્રચ્છક સિવાય ગુજરાત હાઇ કોર્ટના અન્ય ત્રણ જજોની પણ બદલી કરી છે. સુરત કોર્ટથી મોદી સરનેમ માનહાનિ કેસમાં સજા મળ્યા બાદ રાહુલ ગાંધી સુરતની સેશન કોર્ટમાં ગયા હતા. ત્યાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી સુરતની સેશન કોર્ટમાં ગયા હતા. ત્યાંથી પણ રાહત ન મળતા તેઓ હાઇ કોર્ટ ગયા હતા.

હાઇ કોર્ટમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાની માગવાળી અપીલ પર જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે સુનાવણી કરી હતી. તેમણે સુનાવણી પૂરી થયાના 66 દિવસ બાદ નિર્ણય સંભળાવ્યો હતો. તેમાં તેમણે સજા પર રોક લગાવવાની માગને ફગાવી દીધી હતી. હેમંત એમ. પ્રચ્છકે પોતાના નિર્ણયમાં નીચલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી હતી. તો હાઇ કોર્ટેના નિર્ણયને લઈને ટિપ્પણી પણ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટની કૉલેજીયમે ગુજરાત હાઇ કોર્ટના 4 જજોની બદલીની ભલામણ કરી છે. તેમાં જજ હેમંત એમ. પ્રચ્છકનું નામ પણ સામેલ છે. કૉલેજીયમે હેમંત એમ પ્રચ્છકની બદલી પટના હાઇ કોર્ટમાં કરી છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી કૉલેજીયમે આ જજોની કરી બદલી

વિવેક કુમાર સિંહ, હાલમાં અલ્લાહાબાદ હાઇ કોર્ટમાં ફરજ બજાવતા હતા, તેમની બદલી મદ્રાસ હાઇ કોર્ટમાં કરવામાં આવી છે.

ગુજરાત હાઇ કોર્ટમાં ફરજ બજાવતા જજ અલ્પેશ વાઇ કોગજે, કુમારી ગીતા ગોપી, હેમંત એમ. પ્રચ્છક અને સમીર જે. દવેની બદલી ક્રમશઃ અલ્લાહાબાદ, મદ્રાસ, પટના અને રાજસ્થાન હાઇ કોર્ટમાં કરવામાં આવી છે.

તો પંજાબ એન્ડ હરિયાણા હાઇ કોર્ટમાં ફરજ બજાવતા અરવિંદ સિંહ સાંગવાન, અવનીશ ક્ષિંગન, રાજમોહન સિંહ અને અરુણ મોંગાની બદલી ક્રમશઃ અલ્લાહાબાદ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન હાઇ કોર્ટમાં કરવામાં આવી છે.

કોણ છે જસ્ટિસ હેમંત એમ પ્રચ્છક?

4 જૂન 1965ના રોજ  ગુજરાતના પોરબંદરમાં જન્મેલા હેમંત એમ. પ્રચ્છક 18 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાત હાઇ કોર્ટના જજ બન્યા હતા. પોરબંદરમાં પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યા બાદ આગળનો અભ્યાસ પણ તેમણે પોરબંદરમાં જ કર્યો હતો. ત્યારબાદ તેમણે ગુજરાત હાઇ કોર્ટમાં વકીલાત શરૂ કરી. વર્ષોની પ્રેક્ટિસ બાદ તેમણે વર્ષ 2002 થી લઈને વર્ષ 2007 સુધી સહાયક સરકારી વકીલ અને એડિશનલ સરકારી વકીલ તરીકે કામ કર્યું.

ત્યારબાદ હેમંત એમ પ્રચ્છકે વર્ષ 2015 થી લઈને વર્ષ 2019 સુધી કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ તરીકે કામ કર્યું. ત્યારબાદ 18 ઓક્ટોબર 2021ના રોજ તેઓ હાઇ કોર્ટના જજ બન્યા. ત્યારબાદ આ વર્ષે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બહુચર્ચિત કેસ પર સુનાવણી કરી હતી અને કોર્ટ સમર વેકેશન માટે બંધ હોવાનો સંદર્ભ આપીને નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. ત્યારબાદ તેમણે 66 દિવસો બાદ નિર્ણય સંભળાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp