સુરત: 60 વર્ષનો નિવૃત અધિકારી શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો પકડાયો, ધરપકડ

PC: gujarattak.in

સુરતમાં એક 60 વર્ષનો નિવૃત અધિકારી ડોસો ઘણા સમયથી માદા શ્વાનને રમાડવાના બહાને લઇ જતો અને રાતના અંધારમાં પોતાનું પોત પ્રકાશતો હતો, આ વાત ઘણા સમયથી લોકો જાણતા હતા, પરંતુ પુરાવો નહોતો. એક વખત પાર્કિંગમાં આ ડોસો શ્વાન સાથે કુકર્મ કરી રહ્યો હતો, ત્યારે કોઇકે વીડિયો ઉતારી લીધો અને સોશિયલ મીડિયમાં વાયરલ કરી દીધો હતો, વીડિયોને આધારે પોલીસે નિવૃત અધિકારીની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. આવી બધી ઘટનાઓ પરથી એવું લાગે છે કે દીકરીઓ તો સુરક્ષિત નથી, પરંતુ શ્વાન પણ હવે સુરક્ષિત નથી. વાસના લોલુપ માણસો શ્વાનને પણ છોડતા નથી.

 આ ઘટના સગરામપરા મલેકવાડી વિસ્તારની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને આધારે અઠવાલાઇન્સ પોલીસે નિવૃત અધિકારી હરિશ મારુની ધરપકડ કરી છે અને પુછપરછ કરવામાં આવી રહી છે.

જાણવા મળેલી વિગત નિવૃત અધિકારી હરિશ મારુ છેલ્લાં ઘણા સમયથી  શેરીના કુતરાંને લલચાવીને પાર્કિંગમાં લઇ જતો અને પછી માદા શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરતો હતો. વિકૃત ડોસાની હરકતનો કોઇકે વીડિયો વાયરલ કરી દીધો હતો. આ વીડિયો વાયરલ થવાને કરાણે જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા હતા અને વાસના લોલૂપ ડોસાની ધરપકડ કરવાની માંગ કરતા હતા.

સુરતના જીવદયા સંસ્થાના પ્રમુખ ધર્મેશ ગામી પાસે આ વીડિયો આવ્યો હતો. મૂંગા પ્રાણી સાથેની આવી હરકતોથી સંસ્થાના સભ્યો ગુસ્સે ભરાયા હતા અને અઠવાલાઇન્સ પોલીસને જઇને વીડિયો બતાવ્યો હતો. વીડિયોને આધારે પોલીસે નિવૃત અધિકારી હરિશ મારુની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.

જીવદયા સાથે સંકળાયેલી સંસ્થાના કાર્યકર મોનિકાબેનનું કહેવું છે કે આવી મૌખિક વાતો પહેલાં પણ મળી હતી, પરંતુ પુરાવા નહોતા. હવે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે ત્યારે અમે આવા નરાધમ સામે કાયદાકીય પગલાં લેવાની પોલીસને માગ કરી છે. જે માણસ શ્વાનને પણ નહીં છોડતો હોય તે મહિલા- બહેનો સાથે પણ ખોટુ કરી શકે છે.

પોલીસ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ નવસારી બજારની મલેકવાડીમાં ઢબુવાળા ગલીમાં રહેતો નિવૃત અધિકારી હરિશ મારુનો વીડિયો સામે આવ્યો હતો. અનેક જીવદયા સંસ્થાના કાર્યકરો તેની ધરપકડની માંગ કરી રહ્યા હતા. અંમે હરિશ મારુની ધરપકડ કરીને પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી પુછપરછ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp