સુરતના હીરાના વેપારીએ સાળંગપુરમાં 1 કિલો સોનાનો હીરાજડિત મુગટ અર્પણ કર્યો

સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલા કષ્ટભંજન હનુમાનના મંદિરે સુરતના એક ડાયમંડના વેપારીએ એક કિલો સોનાનો હીરાજડિત મુગુટ અર્પણ કર્યો છે. વાજતે ગાજતે શોભા યાત્રા કાઢીને આ સોનાનો મુગટ સાળંગપુર મંદિરના સંતોને અર્પણ કરવામાં આવ્યો હતો.ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175માં શતાબ્દી મહોત્સવમાં સુરતના હરિભક્ત ડાયમંડના વેપારી દ્રારા હનુમાન દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ અર્પણ કરવામા આવ્યો છે. આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં સંતોને આ મુગુટ અર્પણ કરવામાં આવ્યો હતો.

સાળંગપુર મંદિરમાં અત્યારે 175મો શતાબ્દિ મહોત્સવ ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

હવે તમને એ જાણવામાં રસ હશે કે હનુમાન દાદાને 1 કિલો સોનાનો હીરાજડિત મુગેટ ભેટ આપનાર સુરતના ડાયમંડના વેપારી કોણ છે? તો આ સોના મુગુટ સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ઘનશ્યામ ભંડેરી દ્રારા અર્પણ કરવામાં આવ્યો છે. આ મુગુટને સુરતમા જ તૈયાર કરવામાં આવ્યો છે. મુગુટ અને કુંડળ અને 1 કિલો સોનામાંથી બનાવાવમાં આવ્યો છે. આ મુગુટમાં ગદા, કળા કરતા બે મોર, મોરપિંચ્છ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ મુગટ અને કુંડળમાં 375 કેરેટનાકુલ 7200 ડાયમંડ લગાવાયા છે. ડાયમંડ જડિત મુગટ અને કુંડળની ડિઝાઇન બનાવવામાં જ એક મહિનો નિકળી ગયો હતો. 10 કારીગરોએ 3 મહિનાની મહેનત પછી સોનાનો હીરાજડિત મુગટ તૈયાર કર્યો હતો.

ઘનશ્યામ ભંડેરી લેબગ્રોન ડાયમંડમાં મોટું નામ છે અને યુવાન વયમાં તેમણે સફળતા મેળવી છે. તેમની કંપની ભંડેરી લેબગ્રોન ડાયમંડ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી છે.

સુરત એવું શહેર છે જ્યાં માલેતુજાર લોકો રહે છે અને ખાસ કરીને ડાયમંડના વેપારીઓ પાસે અપાર સમૃદ્ધિ છે. સુરતના વેપારીઓ દાનવીર પણ એટલા જ છે. સોમનાથના મંદિરમાં ડાયમંડના વેપારીએ કરોડો રૂપિયાનું સોનું મહાદેવને અર્પણ કર્યું હતું. ડાયમંડના ખેની અને ધામેલિયા પરિવારે સોમનાથ મંદિરમાં 100 કિલો સોનું મંદિરને ભેટમાં આપ્યું છે.કેદારનાથ મંદિરમાં સોનાની વરખ પણ ખેની પરિવાર દ્રારા આપવામાં આવેલી છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.