સુરતમાં સ્કૂલ રિક્ષા ડ્રાઇવરે બાળકના હાથમાં સ્ટીયરીંગ સોંપી દીધું, બાળકે ભગાવી

સોશિયલ મીડિયા પર એક આંખ ખોલનારો અને વાલીઓ માટે ચેતવણીરૂપ વીડિયો સામે આવ્યો છે. એક સ્કુલ રિક્ષાના ડ્રાઇવરે એક નાનકડા વિદ્યાર્થીને આગળ બેસાડીને રિક્ષાનું સ્ટિયરીંગ સોંપી દીધું હતું અને પોતે આરામથી બેઠો હતો. આ નાનકડા બાળકે ફુલસ્પીડમાં રિક્ષા ભગાવી હતી. સદનસીબે કોઇ અણબનાવ સામે આવ્યો નથી, પરંતુ બાળક સાથેના આવા ગંભીર જોખમ માટે રિક્ષા ચાલક વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઇએ, કારણકે વાલીઓને તો ખબર જ હોતી નથી કે રિક્ષામાં બાળકને સ્કુલે મોકલ્યા પછી તેની સાથે શું થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો સુરતના યુનિવર્સિટી રોડ પરનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.પોલીસે તપાસ હાથ ધરી છે.

આમ પણ  સ્કુલ રિક્ષામાં નિયમ કરતા વધારે બાળકો બેસાડીને રિક્ષાચાલકો ટ્રાફિકનો નિયમોનું ઉલ્લંઘન કરતા રહે છે. પરંતુ બાળકને રિક્ષામાં શાળાએ મોકલી દીધા પછી નચિંત અનુભનારા વાલીઓએ હવે સતર્ક થઇ જવાની જરૂર છે. બાળકોને  રિક્ષામાં બેસાડીને એક રિક્ષા ડ્રાઇવરે એક નાનકડા ટાબરિયા જેવા વિદ્યાર્થીને રિક્ષા ચલાવવા આપી દીધી હતી, અલબત તે સાથે બેઠો હતો, પરંતુ બાળકે મસ્તીમાં આવીને રિક્ષા ફુલ સ્પીડે ભગાવી દીધી હતી. કોઇ અણબનાવ બનતે તો રિક્ષામાં બેઠેલો અનેક વિદ્યાર્થીઓના માથે જોખમ ઉભું થતે. કોઇ જાગૃત નાગરીકે આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

પોલીસ અત્યારે સ્ટંટ કરનારાઓ સામે લાલ આંખ કરી રહી છે ત્યારે આવા રિક્ષાચાલકે પણ સ્ટંટ કર્યો હોવાનું ગણીને પોલીસે કડક હાથે કામ લેવું જોઇએ. વાયરલ થયેલા વીડિયો યુનિવર્સિટી પાસેના બ્રિજ વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વાલીઓએ તો આવી ઘટનાથી ચેતવાની જરૂર છે જ પણ સાથે શાળાઓએ પણ રિક્ષાચાલકો માટે કડક નિયમો બનાવવા જોઇએ. એક રિક્ષામાં ઘણી વખત 10-12 વિદ્યાર્થીઓને ભરી દેવામાં આવે છે. ઘણી વખત રિક્ષા ઉથલી જવાના બનાવો પણ બનતા રહે છે.

સુરતમાં તાજેતરમા બનેલા વેસુ પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.સી. વાળાએ કહ્યું હતું કે, રિક્ષામાં બાળકોને લઇ જતા રિક્ષા ડ્રાઇવરનો વીડિયો અમારી સામે આવ્યો છે. વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી રોડ પર આવેલા બ્રિજ પાસેનો વિસ્તાર  છે. અમારી ટીમ રિક્ષા ચાલકની શોધખોળ કરી રહી છે. રિક્ષા ચાલક મળ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

સુરત પોલીસે છેલ્લાં કેટલાંક સમયથી એક સારું કામ કર્યું છે કે, દરેક રિક્ષાની પાછળ પોલીસ સ્ટેશન અને મોબાઇલ નંબર લખેલા હોય છે, જેથી પોલીસ સરળતાથી રિક્ષા ચાલકની પુછપરછ કરી શકે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.