વડોદરામાં પાદરા-જંબુસર હાઈવે પર ટેન્કર-ટ્રક સામસામે અથડાતાં આગ, દાઝવાથી 3ના મોત

PC: hindi.news18.com

વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને ટેન્કર વચ્ચેની સામસામે અથડામણમાં 3 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. બંને વાહનો સામસામે અથડાતા જ તેમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. જેના કારણે ગભરાટની સ્થિતિ સર્જાઈ હતી અને ફસાયેલા ડ્રાઈવર અને ક્લીનરને બહાર કાઢવામાં અવરોધ ઉભો થયો હતો. ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં ત્રણેય બળીને ખાખ થઈ ગયા હતા. આ માર્ગ અકસ્માત અંગે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. આ દર્દનાક અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયાની પણ માહિતી પોલીસે આપી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પાદરા-જંબુસર રોડ પર અભોર ગામ પાસે સવારે 6.30 કલાકે આ ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યારે ટ્રક અને ટેન્કર વચ્ચે ભીષણ અથડામણ થઈ ત્યારે રજાના કારણે હાઈવે પર ભારે ભીડ જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે ટેન્કરના ચાલકે ગાડી પર કાબૂ ગુમાવ્યો હતો અને જેના કારણે તે રોડની બીજી બાજુ ઉભેલી ટ્રક સાથે જઈને જોરદાર રીતે અથડાઈ હતી. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ ઘણે દૂર દૂર સુધી સંભળાયો હતો. ટક્કર થયા પછી થોડી જ સેકન્ડોમાં વાહનોમાં આગ લાગી ગઈ હતી.

આગ એટલી ગંભીર હતી કે ટ્રક ડ્રાઈવર અને ક્લીનર બંને પોતાનો જીવ બચાવી શક્યા ન હતા અને ભયંકર આગની લપેટમાં આવી ગયા હતા. આ ભયંકર ઘટનામાં ત્રણેયનું સખત રીતે દાઝી જવાથી મોત થયું હતું. આ ઘટના બાદ ત્યાંથી પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે વોટર કેનનનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી, ત્યારપછી ટ્રક અને ટેન્કરમાંથી ડ્રાઈવર અને ક્લીનરના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર પછી પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ત્રણેયની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી તેમના પરિવારજનોને જાણ કરી શકાય. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય એક ઘાયલ વ્યક્તિને વડોદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp