CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વલસાડમાં થશે

ગુજરાતમાં દર વર્ષે 15 ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી કોઇ એક જિલ્લામાં કે તાલુકામાં થતી હોય છે. ત્યારે આ વર્ષે 77માં સ્વાતંત્ર્ય પર્વની 15મી ઓગસ્ટ 2023ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરાશે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજ વંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 16 ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવાનું આયોજન કરવમાં આવ્યું છે. મુખ્યમંત્રી વલસાડ ખાતે ધ્વજવંદન કરાવશે, જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી પાટણ ખાતે ધ્વજવંદન કરાવશે. જ્યારે રાજ્ય મંત્રી મંડળના સભ્યો, કલેક્ટરો જુદા દુજા જિલ્લા મથશે ધ્વજવંદન કરાવશે. ગુજરાતના કેન્દ્રીય અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ અલગ અલગ જિલ્લાં મતદાન કરાવશે.
ગુજરાતના કેબિનેટ મંત્રીઓમાં કનુભાઇ દેસાઇ નવસારી, રૂષિકેશ પટેલ વડોદરા, રાઘવજી પટેલ રાજકોટ, બળવંતસિંહ રાજપૂત સુરત, કુંવરજી બાવળિયા અમદાવાદ, મુળુભાઇ બેરા કચ્છ, ડો. કુબેર ડિંડોર છોટાઉદેપુર, ભાનુબેન બાબરિયા જૂનાગઢ ખાતે ધ્વજવંદન કરાવશે.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં હર્ષ સંઘવી દાહોદ, જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા, પરષોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથ, બચુભાઈ ખાબડ મહીસાગર,મુકેશભાઇ પટેલ ગાંધીનગર, પ્રફુલ્લ પાનસેરિયા ભાવનગર, ભીખુસિંહ પરમાર પંચમહાલ, કુંવરજી હળપતિ નર્મદા જિલ્લામાં ધ્વજવંદન કરાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp