મોસ્કોથી ગોવાની ફ્લાઈટમાં બોમ્બની સૂચનાથી ભાગદોડ, જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ

PC: twitter.com/ANI

મોસ્કોથી ગોવા આવી રહેલા એક વિમાનમાં બોમ્બ હોવાની સૂચના મળ્યા બાદ જામનગર એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, પોલીસ મહાનિરીક્ષક (રાજકોટ અને જામનગર રેન્જ), અશોક કુમાર યાદવે કહ્યું કે, બધા 236 મુસાફરો અને ચાલક દળના સભ્યોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ તેમજ બોમ્બ નિરોધક ટીમ સાથે સાથે સ્થાનિક અધિકારી વિમાનની તપાસ કરી રહ્યા છે. પોલીસ BDDS અને સ્થાનિક અધિકારી આખા વિમાનની તપાસ કરી રહ્યા છે.

કહેવામાં આવે છે કે, વિમાનમાં બોમ્બની સૂચના મળ્યા બાદ ગોવા એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ. પોલીસ મહાનિરીક્ષકે જામનગર વાયુ સેનાની છાવણી પર વિમાનમાં મુસાફરી કરી રહેલા સવાર બધા 236 યાત્રિઓ અને ચાલક દળના સભ્યોને સુરક્ષિત બહાર કાઢીને તપાસ કરવામાં આવી રહી છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, NSGની ટીમ પણ તપાસમાં લાગી ગઇ છે. તો ગોવા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, વિમાન મોસ્કોથી ઉડાણ ભર્યા બાદ ડાબોલિમ એરપોર્ટ પર ઉતરવાનું હતું, પરંતુ બોમ્બ હોવાની જાણકારી મળતા તેને જામનગર તરફ વાળી દેવામાં આવ્યું.

પોલીસે સાવધાનીના પગલે ડાબોલિમ એરપોર્ટ અને તેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે, વિમાનની સઘન તપાસ થયા બાદ જ તેને ઉડાણ ભરવા દેવામાં આવશે. કહેવામાં આવે છે કે, ગોવા ATSને આ વિમાનમાં બોમ્બ હોવાની ચેતવણી સાથે એક E-mail મળ્યો હતો. વિમાનમાં બોમ્બ હોવાની સૂચના જેવી જ એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલને મળી, અધિકારીઓમાં અફરાતફરી મચી ગઇ. અધિકારીઓએ વિમાનને જામનગર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો.

જામનગર એરપોર્ટના પદાધિકારીઓનું કહેવું છે કે, જેવી જ ATSને જાણકારી મળી કે મોસ્કો-ગોવા આવી રહેલા વિમાનમાં બોમ્બ રાખવાની સૂચના મળી છે અને વિમાનને જામનગર માટે ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે. અધિકારી તરત જ હરકતમાં આવી ગયા. ઇમરજન્સીમાં બોમ્બ નિરોધક ટીમને બોલાવી લીધી અને વિમાનની ઇમરજન્સી લેન્ડિંગની યોજના બનાવવામાં આવી. એરપોર્ટ પર બધી ઇમરજન્સી સેવાઓને તૈયાર રાખવામાં આવી, જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ એરપોર્ટના અધિકારીઓ સાથે બેઠક કરી.

આ ઘટના પર રશિયન દૂતાવાસે કહ્યું કે, ભારતીય અધિકારીઓએ દૂતાવાસને મોસ્કો-ગોવા આવનાર અજૂર એરની ફ્લાઇટમાં કથિત બોમ્બ બાબતે જાણકારી આપી હતી. વિમાનની જામનગર ભારતીય વાયુ સેનાના અડ્ડા પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાનમાં સવાર બધા લોકો સુરક્ષિત છે. તો જામનગર વાયુ સેનાના અડ્ડા પર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ બળને પણ બોલાવી લેવામાં આવ્યા છે. બોમ્બની જાણકારી ક્યાંથી આવી હતી તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. આ વિમાને એરપોર્ટ પર લગભગ 10 વાગ્યે લેન્ડિંગ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp