- Gujarat
- રીવરફ્રન્ટ પર વિકલાંગ યુવતીનો ટી સ્ટોલ પાલિકાએ ઉચકી લેતા રડતા રડતા તેણે કહ્યું..
રીવરફ્રન્ટ પર વિકલાંગ યુવતીનો ટી સ્ટોલ પાલિકાએ ઉચકી લેતા રડતા રડતા તેણે કહ્યું..
અમદાવાદમાં રિવર ફ્રન્ટ પાસે ચાની લારી ચલાવતી દિવ્યાંગ યુવતી બુધવારે ગાંધીનગર વિધાનસભામાં રજૂઆત કરવા માટે પહોંચી હતી. આ દિવ્યાંગ યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે રડતા રડતા કહી રહી છે કે જો મને પ્રેમથી કહેવામાં આવ્યું હતું કે આજે CM આવવાના છે તો હું મારો ચાનો સ્ટોલ નહીં લગાવતે, પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓએ કહ્યું કે આને પણ ઉપાડીને ગાડીમાં નાંખો. યુવતી ટી-શર્ટ અને શોર્ટ પહેરીને ગઇ હોવાથી વિધાનસભામાં દાખલ થવાની પરવાનગી નહોતી મળી. ધારાસભ્ય હાર્દિક પટેલને રજૂઆત કરવાની આશા સાથે દિવ્યાંગ યુવતીએ વિધાનસભા બહાર અડીંગો જમાવ્યો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી દિવ્યાંગ યુવતી નેહા ભટ્ટ હોવાનું જાણવા મળ્યું છે અને તે અમદાવાદમાં રહે છે. નેહા ભટ્ટે પાલિકા અધિકારીઓ સામે આક્ષેપ પણ મુક્યા હતા. રડતા રડતા નેહા ભટ્ટ કહી રહી હતી કે હું ભીખ નથી માંગતી, મહેનત કરુ છું. દિવ્યાંગ દીકરીને તમે હેરાન કરો છો, મને પ્રેમથી કીધું હોત કે આજે CM આવવાના છે તો હું મારો સ્ટોલ હટાલી લેતે.

દિવ્યાંગ યુવતીએ પાલિકાના અધિકારીઓ પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે, દબાણ ખાતાના અધિકારીઓ બધી લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે. દબાણ ખાતા વાળા જ્યારે રિવર ફ્રન્ટ પર આવ્યા ત્યારે એમ કહ્યું કે, આને પણ નાંખો ગાડીમાં. નેહાએ કહ્યું કે ગાડીમાં નાંખો એટલે શું હું કચરો છુ? ગરીબ છું એટલે મહેનત કરુ છુ, ભીખ નથી માંગતી. સેંકડો લોકો મારા સ્ટોલ પર ચા પીવા આવે છે.
દિવ્યાંગ યુવતી નેહા ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું અમદાવાદના બાપુનગરમાં રહુ છુ અને 10 દિવસથી અટલ બ્રિજ પાસે મારી ચાની લારી ચાલતી હતી. વીડિયો વાયરલ થયા પછી મને લોકોએ ઘણી મદદ કરી હતી. નેહાએ કહ્યું કે, મારા નામની અરજી ગઇ હશે એટલે દબાણ ખાતા વાળા માત્ર મારી જ લારી ઉંચકવા આવ્યા હતા. બીજાની લારીઓ ને અડકી નહોતી.

વિધાનસભામાં શોર્ટ પેન્ટ પહેરીને પહોંચવા વિશે નેહા ભટ્ટે કહ્યુ હતું કે, મારા એક પગમાં પ્રોબ્લેમ હોવાને કારણે હું ફુલ કપડા પહેરી શકતી નથી. અમારી કોમ્યુનિટીના લોકો શોર્ટ પેન્ટ જ પહેરે છે. આજે સવારથી હું ગાંધીનગર વિધાનસભામાં આવી છું, પરંતુ મને પ્રવેશ આપવામાં આવ્યો નથી

