આ તારીખથી ST બસના પૈડા થંભી જશે, મુસાફરી કરવાનું વિચારો છો તો આ વાંચી લો

સરકાર દ્વારા સાતમુ પગારપંચ લાગુ તો કરી દેવામાં આવ્યું પરતું ગુજરાત STના કર્મચારીના 7મા પગારપંચના પ્રશ્નોનો નિકાલ આવ્યો નહીં. સરકારના નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોને મળતા ભથ્થામાં વધારો કરવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં તેની અમલવારી કરવામાં આવે છે પરતું સરકારી વિભાગના કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમય સુધી નથી આવતું. આ કારણે ST કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને આગામી 5 ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ST વિભાગના કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'નિગમ બચાવો'ના નારા સાથે કર્મચારીઓએ આંદોલન કરવાની સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, ST વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગણીને લઈને સરકાર સામે આંદોલન કરી રાજ્ય વ્યાપી હડતાલ કરી હતી. આ હડતાલને સમેટવા માટે તે સમયે સરકારે તાત્કાલિક ધોરણે STના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી પરતું સરકાર દ્વારા STના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

જેના કારણે હવે ST વિભાગના કર્મચારીઓએ 5 ફેબ્રુઆરીએથી હડતાલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે 5 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ ST બસના પૈડાંઓ થંભી જશે અને રાજ્યના હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે STમાં મુસાફરી કરતા હોય છે જેના કારણે તેમણે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ST કર્મચારીઓના માગણીઓની વાત કરવામાં આવે તો,

  • વર્ષ 2011 પહેલાના આશરે 1000 જેટલા આશ્રિતોનો નોકરી આપવાની અને સાતમા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવાની માંગણીઓ મુખ્ય છે.
  • ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી
  • વર્ગ 3અને 4ના કર્મચારીઓની આંતર વિભાગીય બદલીઓ રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવા જેવી માગણીઓનો સમાવેશ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

શું ભાજપનું 'મિશન બંગાળ' શરૂ થઈ ગયું છે?

લોકસભામાં PM નરેન્દ્ર મોદી બોલે તે પહેલાં જ બિહારના શક્તિશાળી નેતા ગિરિરાજ સિંહે બંગાળ વિધાનસભાની ચૂંટણીઓનો સૂર ગોઠવી દીધો. જી...
National 
શું ભાજપનું 'મિશન બંગાળ' શરૂ થઈ ગયું છે?

‘હવે કોઈ પણ બહેન-દીકરીએ દશામાના વ્રત કરવા નહીં!’ સાંસદ ગેનીબેનનું ઠાકોર સમાજની બહેનોને આહ્વાન

થરાદ ખાતે થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજ દ્વારા બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાજિક...
Politics  Gujarat 
‘હવે કોઈ પણ બહેન-દીકરીએ દશામાના વ્રત કરવા નહીં!’ સાંસદ ગેનીબેનનું ઠાકોર સમાજની બહેનોને આહ્વાન

રાત્રે મોબાઇલ જોવાથી ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે!

આજની રફતારભરી જીવનશૈલીમાં ઘણી વખત લોકો મોડીરાત્રે સુધી મોબાઇલ ફોન સ્ક્રોલ કરે છે અથવા સિરીઝનો “એક એપિસોડ વધુ” જોઇ લે...
Charcha Patra 
રાત્રે મોબાઇલ જોવાથી ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.