માલિકને જ હનીટ્રેપમાં ફસાવી યુવતીએ 1 કરોડ વસૂલ્યા, છતા ભૂખ ન સંતોષાઈ તો 25 લાખ..

PC: vtvgujarati.com

ગુજરાતના ભાવનગર શહેરમાં હનીટ્રેપનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી યુવતીએ પોતાના જ બોસને પ્રેમની જાળમાં ફસાવીને હનીટ્રેપ કર્યો હતો. હનીટ્રેપનો ભોગ બનાવ્યા પછી યુવતીએ તેના પ્રેમી સાથે મળીને કંપનીના માલિક પાસે ખંડણીની માંગણી કરી હતી અને એક કરોડની રકમ પડાવી લીધી હતી, પરંતુ યુવતી અને છેતરપિંડી કરનાર પ્રેમીએ ખંડણી લીધા પછી પણ વધુ 25 લાખની માંગણી કરી હતી. અંતે પેઢીના માલિકે પોલીસને અરજી કરી હતી. પેઢીના માલિકની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી હતી. તો ભાવનગર શહેરમાં બનેલી હનીટ્રેપની આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે. રાજ્યમાં હનીટ્રેપની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરમાં એક યુવતી ખાનગી પેઢીમાં નોકરી કરતી હતી. તેણે પહેલા તેના બોસને પ્રેમની જાળમાં ફસાવીને હનીટ્રેપ કર્યો અને ત્યાર પછી તેને બ્લેકમેલ કરીને મોટી રકમની માંગણી કરી. સમાજમાં બદનામી થવાના ડરથી આખરે પેઢીનો 51 વર્ષીય માલિક પૈસા ચૂકવવા તૈયાર થઈ ગયો, પરંતુ એક કરોડ રૂપિયાની રકમ લીધા પછી પણ યુવતી અને તેના પ્રેમીની ભૂખનો અંત આવ્યો ન હતો. તેણે ફરીથી વધુ પૈસાની માંગણી શરૂ કરી. પોલીસ દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં પેઢીના માલિકે જણાવ્યું છે કે, એક કરોડ રૂપિયા લીધા બાદ તેણે બીજા 25 લાખ રૂપિયા માંગ્યા હતા. રૂપિયા ન આપો તો તેના માટે ધમકી આપી હતી.

માનસિક ત્રાસમાં ફસાયેલા પેઢીના માલિકે પોલીસને આખી વાત કહી છે. જેમાં તેણે બ્લેકમેલ કરીને ખંડણી માંગવાનો અને પછી ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. ભાવનગર શહેર પોલીસે કાર્યવાહી કરી આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં યુવતીના બોયફ્રેન્ડને પણ ઝડપી લેવા માટે તેની પણ શોધખોળ શરૂ કરી છે. પોલીસે યુવતીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાંથી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રેમી હજુ પણ ફરાર છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરી લેવામાં આવશે. તેની શોધ કરવા માટે બે ટીમો તેના સ્થળોએ દરોડા પાડી રહી છે. ભાવનગરમાં ગત ઓગસ્ટ માસમાં પણ આવી જ એક હનીટ્રેપની મોટી ઘટના પ્રકાશમાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp