અંગ્રેજી સાથે ગુજરાતીમાં કાર્યવાહી કરવાની માગ ગુજરાત હાઇકોર્ટે ફગાવી
અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષામાં કાર્યવાહી કરવામાં આવે એવી એક જાહેર હીતની અરજીને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે ફગાવી દીધી છે અને કહ્યું છે કે આ બિલકુલ ખોટી અરજી છે. કોર્ટે કહ્યું કે આનો ઉપાય માત્ર સુપ્રીમ કોર્ટ પાસે છે.
ગુજરાત હાઈકોર્ટે કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજીની સાથે ગુજરાતીનો પણ સમાવેશ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના 11 વર્ષ જૂના નિર્ણયને ટાંકીને કોર્ટે કહ્યું કે અરજી સંપૂર્ણપણે ખોટી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પ્રાદેશિક ભાષાઓના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના પ્રયાસોને કારણે પ્રાદેશિક ભાષાઓમાં નિર્ણયો આપવામાં આવી રહ્યા છે. PM મોદીના આ ઉલ્લેખ પર દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે હાથ જોડીને અભિવાદન કર્યું હતું, પરંતુ ગુજરાત હાઈકોર્ટે કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજીની સાથે ગુજરાતીનો પણ સમાવેશ કરવાની જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માઈની બેન્ચે અરજી ફગાવી દીધી હતી. તેમણે આને PILના નામે સંપૂર્ણપણે ખોટી અરજી ગણાવી હતી.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માઈની બેન્ચે અરજીને ખોટી માનીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે PIL સુપ્રીમ કોર્ટના અગાઉના વહીવટી નિર્ણયને પડકારે છે. સુપ્રીમ કોર્ટે 2012માં પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ કરવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ત્યારે પણ દેશની . તમામ હાઈકોર્ટમાં પ્રાદેશિક ભાષાઓ રાખવાનો પ્રસ્તાવ સામે આવ્યો હતો બેન્ચે તેના ચુકાદામાં કહ્યું કે, તત્કાલીન ચીફ જસ્ટિસે સર્વોચ્ચ અદાલતના સામૂહિક ચુકાદાને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડ્યો હતો. કોર્ટ વતી કેન્દ્ર સરકારને 16 ઓક્ટોબર 2012ના રોજ એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. જેમાં સર્વોચ્ચ અદાલતના નિર્ણયની માહિતી આપવામાં આવી હતી. બાદમાં સરકારે આ નિર્ણયનું પાલન કર્યુ હતું.
બેંચે એ વાત પર ભાર મુકીને કહ્યુ કે મામલો હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રની બહારનો છે. બેંચે કહ્યુ કે આનો ઉપાય માત્ર સુપ્રીમ કોર્ટની પાસે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં સ્થાનિક ભાષાઓનો સમાવેશ કરવાની વિનંતીને કારણે કાનૂની સમુદાયમાં ખળભળાટ મચી ગયો હતો. આ વિનંતીને કારણે આખરે તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp