અમદાવાદનો રિક્ષાવાળો...એરપોર્ટ બહાર પોલીસે મારેલો લોક તોડી સાથે લઇ ગયો

PC: divyabhaskar.co.in

અમદાવાદનો એક રીક્ષાવાળો તો ભારે નિકળ્યો. ગેરકાયદે પાર્ક કરેલી રીક્ષાને પોલીસ લોક મારીને ગઇ હતી. આ રીક્ષાવાળાએ આવીને જોયું તો રીક્ષાને લોક લાગેલું હતું. રીક્ષા ડ્રાઇવરે પોતે પોલીસનું લોક તોડી નાંખ્યું અને પોતાની સાથે લઇને નિકળી ગયો હતો. આખી ઘટનાનો એક કાર ચાલકે વીડિયો ઉતારી લીધો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

જાણવા મળેલી વિગત મુજબ અમદાવાદ એરપોર્ટ પાસે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે કાર પાર્કીંગ આવેલું છે. આ કાર પાર્કીંગમાં એક રીક્ષા ચાલક પોતાની રીક્ષાને લોક મારીને પાર્ક કરીને જતો રહ્યો હતો. ટ્રાફીક પોલીસને ધ્યાન પર આવતા રીક્ષાના આગળના વ્હીલમાં લોક મારી દીધું હતું.

રીક્ષાચાલક પાછો આવ્યો તો જોયું કે રીક્ષાના આગળના વ્હીલમાં લોક લાગેલું હતું. રીક્ષા ડ્રાઇવરે તાળું તોડવા માટે ભારે મથામણ કરી હતી. એક સમયે લોકની ઉપર પણ ચઢી ગયો હતો. આખરે તાળું તુટી ગયું અને રીક્ષાચાલક ત્યાંથી તાળાની સાથે ફરાર થઇ ગયો હતો. આ આખી ઘટનાનો એક કાર ચાલકે વીડિયો ઉતારી લીધો હતો.

રીક્ષાચલાકે એક તો ટ્રાફીકના નિયમનો ભંગ કર્યો અને દંડ ભરવાને બદલે તાળું જ લઇને નાસી જઇને બીજો ગુનો કરી દીધો. અમદાવાદના ટ્રાફીક  DCP સફીન હસને કહ્યું કે, આ એક પ્રકારનો ગુનો છે, પોલીસ વીડિયો જોયા પછી કાર્યવાહી કરશે.

ગુજરાતમાં ટ્રાફીકની વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફીક વિભાગના માણસો ક્રેન લઇને ફરતા રહેતા હોય છે અને જ્યાં ટુ વ્હીલર ખોટી જગ્યાએ પાર્ક કરેલું હોય ત્યાંથી ઉંચકી જતા હોય છે. કેટલાંક સંજોગોમાં કાર કે રીક્ષાને  પણ ખેંચીને લઇ જતા હોય છે અથવા તો આગળના વ્હીલ પર લોક મારી જતા હોય છે. એ પછી ચાલકે નજીકના પોલીસ સ્ટેશને જઇને દંડ ભરીને પોતાનું વાહન છોડાવવું પડતું હોય છે.

અમદાવાદના રીક્ષાચાલકે દંડથી બચવા માટે કારસ્તાન તો કર્યું , પરંતુ પોલીસના માણસો નંબર નોંધી લેતા હોય છે એટલે નંબરને આધારે પોલીસ દંડ કરી શકે છે. પરંતુ  અમદાવાદ એરપોર્ટ પાસે રીક્ષાચાલકે જે કર્યું તેનો વીડિયો વાયરલ થયો એટલે પોલીસ એ જોઇને પણ તેની સામે કાર્યવાહી કરી શકે. એક દંડથી બચવા માટે રીક્ષાચાલકે વધારે દંડ ભરવાની નોબત ઉભી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp