ગીરમાં કબર પર જોવા મળી સિંહણ, જોઈને લોકો ભાગ્યા

PC: newstracklive.com

ગીર નેશનલ પાર્કમાં ઉપસ્થિત સિંહોનો આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આતંક છે. સિંહ ગમે ત્યારે ગામોમાં ભરાઈ જાય છે કે પછી ખેતરોમાં નજરે પડી જાય છે. હવે ગીર સોમનાથના ગઢડા તાલુકાના ખિલવાડ ગામનો એક વીડિયો સામે આવ્યો છે. ખેતર પર બનેલી કબર પર સિંહ-સિંહણનું જોડું નજરે પડી રહ્યું છે. નર ખેતરમાં ઊભો છે અને માદા કબર પાસે ઊભી છે અને માથું ટેકવતી નજરે પડી રહી છે. ખેતર માલિકે આ વીડિયોને રેકોર્ડ કર્યો છે.

કહેવામાં આવ્યું કે, ગામથી થોડે દૂર સ્થિત ખેતરમાં ગેબાન શાહ પીરની દરગાહ આવેલી છે. મંગળવારે બપોરના સમયે સિંહ અને સિંહણનું જોડું અચાનક ખેતર પર આવી ચડ્યું. તેમને જોઈને ખેતરમાં ઉપસ્થિત લોકો ભાગ્યા, પરંતુ જવા અગાઉ ખેતરના માલિકે વીડિયો રેકોર્ડ કર્યો. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, નર સિંહ ખેતરમાં ઊભો છે અને લોકોને ઘૂરી રહ્યો છે. તો કબર પર સિંહણ ઉપસ્થિત છે. એમ લાગી રહ્યું છે જેમ કે સિંહણ માથું ટેકવી રહી છે.

લોકોના જણાવ્યા મુજબ સિંહનું જોડું ઘણા સમાય સુધી કબર પર રહ્યું. ખેતરમાં સિંહ ગમે ત્યારે આવી જાય છે. હંમેશાં જીવનું જોખમ બનેલું રહે છે. હાલમાં જ જૂનાગઢના સાસણ બોર્ડરના ગામમાં ભરાયેલા સિંહને રખડતા શ્વાનોએ દોડાવ્યા. વાયરલ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે ગામમાં ભરાયેલી સિંહ આગળ ભાગી રહ્યો છે અને 4 કુતરા પાછળ પડી ગયા છે. સિંહ દોડીને ભાગી રહ્યો છે. વીડિયો જોઈને તમને પણ હસવું આવી જશે કે જંગલનો રાજા કૂતરાઓથી ડરી ગયો અને ભાગી ગયો, પરંતુ સિંહના ગામમાં આવવાના કારણે ગ્રામજનોમાં ડર છે. તેમનું કહેવું છે કે શિકારની શોધમાં ગામમાં સિંહ આવી જાય છે. હંમેશાં જીવનું જોખમ રહે છે.

સામાન્ય રીતે ગુજરાતમાંથી સિંહોના ઘણા વીડિયો સામે આવતા રહે છે, જેમાં સિંહો માનવ વસાહતની ખૂબ નજીક આરામ કરતા જોવા મળ્યા છે. એ જ સમયે, તે ઘણી વખત શિકારની શોધમાં ગામની અંદર પ્રવેશતો પણ જોવા મળ્યો છે. સામે આવેલા વીડિયોમાં એક સિંહ રાતના અંધારામાં શિકારની શોધમાં ગામમાં પ્રવેશતો નજરે પડે છે. આ દરમિયાન ગામના રખડતા કૂતરાઓ સિંહ પર હુમલો કરે છે. જેનો ઘોંઘાટ અને હુમલો જોઈને સિંહ ત્યાંથી ભાગવામાં જ સમજદારી સમજીને ભાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp