પોલીસે મુસ્લિમ છોકરાને રસ્તા પર ફેરવ્યો, હિન્દુ છોકરીને ભોગવી હિંદુ સાથે લગ્ન..

On

ગુજરાતના નવસારી જિલ્લામાં લવ જેહાદનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પરિણીત મુસ્લિમ યુવકે સગીર હિંદુ છોકરીનું શોષણ કર્યું અને પછી તેના હિંદુ મિત્ર સાથે બળજબરીથી તેના લગ્ન કરાવી દીધા. સમગ્ર મામલાનો ખુલાસો થતાં પોલીસે યુવકની મુંબઈથી ધરપકડ કરી નવસારીના રોડ પર પરેડ કરાવી હતી. ખુશ થયેલા લોકોએ પોલીસ કાર્યવાહીના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આરોપી યુવક છેલ્લા પાંચ વર્ષથી સગીરા પર બળાત્કાર કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તે તેને વીડિયો બનાવીને બ્લેકમેલ પણ કરતો હતો. મુખ્ય આરોપીની ધરપકડ કર્યા પછી પોલીસ હવે સગીર સાથે લગ્ન કરનાર હિન્દુ છોકરાની શોધમાં છે. પોલીસે સગીરનું શોષણ અને બળજબરીથી લગ્ન કરાવવાના આ મામલાને લવ જેહાદ તરીકેનો કેસ નોંધ્યો છે. જ્યાં, જ્યારે પોલીસ આરોપીને પકડીને લાવી હતી તો મુસ્લિમ સમાજના લોકોએ પણ પોલીસ પર ફૂલ વરસાવ્યા હતા.

2019માં નવસારી જિલ્લાના ચીખલી ખેરગામમાં રહેતા દારૂ માફિયા અસીમ નિઝામ શેખે એક સગીર યુવતીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી. આ જ ગામમાં રહેવાના કારણે આરોપી અસીમ શેખ યુવતીના પરિવાર સાથે પણ પરિચિત હતો. આરોપી અસીમે યુવતીને લગ્નની લાલચ આપીને તેના અશ્લીલ ફોટોગ્રાફ્સ પણ લઇ લીધા હતા અને યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

યુવતીના લગ્ન પણ તેના સમાજના છોકરા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. યુવતીનો અશ્લીલ ફોટો મોકલીને યુવતીના લગ્ન પણ તોડાવી નાખ્યા હતા. આ પછી સગીર યુવતીને પોતાના કબજામાં રાખવા માટે આસીમ શેખે તેના પોતાના મિત્ર અને હિન્દુ યુવક (રૌનક પટેલ) સાથે તેના લગ્ન કરાવી દીધા. આ પછી શેખ યુવતી પર બળજબરીથી બળાત્કાર ગુજારતો હતો. જ્યારે હિન્દુ સંગઠનોને આ વાતની જાણ થઈ તો તેઓએ તેમનો વિરોધ કર્યો.

હિંદુ સંગઠનો સાથેની વાતચીતમાં યુવતીએ તેની આપવીતી સંભળાવી હતી. આ પછી પીડિત યુવતીએ આસીમ શેખ અને રૌનક પટેલ સામે ચીખલી, નવસારીમાં IPCની કલમ 376(2), 323, 504, 506(2), 114 અને POCSO એક્ટની કલમ 66(E) હેઠળ કેસ નોંધાવ્યો હતો. નવસારીના SP ઋષિકેશ ઉપાધ્યાયે આ કેસની તપાસ નવસારી ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ પછી પોલીસ સક્રિય થઈ હતી અને આસીમ શેખની ધરપકડ માટે ટીમો રવાના થઈ હતી. પોલીસને ખબર પડી કે, આરોપી રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર છે, ત્યાંથી તે પ્લેનમાં બેસીને મુંબઈ આવી રહ્યો છે. નવસારી પોલીસ તાત્કાલિક મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. આરોપી મુંબઈના વસઈમાં હોટેલ ફાઉન્ટેનમાં રોકાયો હતો. ત્યાંથી નવસારી પોલીસે આરોપી અસીમ શેખને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી પોલીસે 13 જુલાઈ સુધી આરોપીની કસ્ટડી મેળવી હતી. કસ્ટડી મેળવ્યા બાદ પોલીસ તપાસ માટે આરોપીઓને લઈને ખેરગામ પહોંચી, તો ત્યાંના લોકોએ પોલીસની કાર્યવાહીનું સ્વાગત કર્યું અને લોકો રસ્તા પર ઉમટી પડ્યા. આ પછી પોલીસે લોકો વચ્ચે આરોપી પાસેથી ઉઠક બેઠક કરાવી હતી અને કાન પકડીને માફી પણ મંગાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ખેરગામના લોકો પણ આરોપી અસીમ શેખથી નારાજ હતા. તે ત્યાંના લોકો અને દુકાનદારો પાસેથી પણ પૈસા પડાવતો હતો. નવસારી પોલીસના SP ઋષિકેશ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ પોલીસ રેકોર્ડમાં અસીમ શેખ દારૂની હેરાફેરી કરનાર છે. તેની સામે ખેરગામમાં આઠ, ચીખલીમાં બે, વલસાડમાં પાંચ અને સુરતમાં બે, પ્રતિબંધિત હુકમના 14, મારામારીના ત્રણ, તોફાનનો એક અને વ્યાજખોરીનો એક કેસ નોંધાયેલ છે.

Related Posts

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.